Gujarat

હાર્દિક પંડ્યાના ત્રીજા લગ્નની પણ તસવીરો આવી સામે ! જુઓ તસ્વીરો ભારતીય સંસ્કૃતી મુજબ

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ક્રિકેટરોમાં વધુ એક કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે અને અંહી ખાસ વાત એ છે કે આ કપલ પહેલાથી જ પરિણીત છે અને ફરીથી લગ્ન કરવા જઈ રહ્યું છે અને આ એવા લગ્ન છે, જેમાં તેનો દીકરો પણ હાજર છે.

ખરેખર આ અનોખા લગ્ન છે. આજ રોજ હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વેલેન્ટાઈન ડે પર ખ્રિસ્તી ધર્મ અનુસાર ઉદયપુરમાં લગ્નના બંધને બંધાયા હતા આજે હવે આજે તેમને હિન્દૂ રિતી રિવાજ મુજબ લગ્ન કર્યા છે.

લગ્નનો ભવ્ય સમારોહ ઉદયપુરમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થયો અને 16 સુધી ચાલશે.આ લગ્નમાં દરેક ક્રિકેટરોથી લઇને બૉલીવુડના કલાકારોએ હાજરી આપી છે.

વેલેન્ટાઈન ડેના દિવસે હાર્દિક પટેલ તસવીરો શેર કરતા લખ્યું હતું કે,  પ્રેમના આ ટાપુ પર અમે ત્રણ વર્ષ પહેલાં લીધેલા શપથને રિન્યૂ કરીને અમે વેલેન્ટાઇન ડે ઉજવ્યો. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારો પરિવાર અને મિત્રો અમારી સાથે હોવાથી અમે ખરેખર ધન્ય છીએ.

આજ રોજ બંને હિન્દુધર્મમાં રિતી રિવાજો મુજબ અગ્નિને સાક્ષીએ ફેરા ફર્યા છે અને તમે આ લગ્નની તસવીરો જોઈને ખુશ થઈ જશો કારણ કે બંને કપલ એટલું સુંદર લાગી રહ્યું છે કે આવા લગ્નની તસવીરો તો કોઈ બોલીવુડ કલાકારો ની પણ નહીં હોય.

હાર્દિક અને નતાશાએ જાન્યુઆરી 2020માં સગાઈ કરી હતી. મે 2020 માં બંનેએ નજીકના સંબધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા, જો કે ત્યારથી બંનેના મનમાં ભવ્ય લગ્નની ચર્ચા હતી. આખરે બંને હવે પોતાનું સપનું પૂરું કર્યું છે. રિપોર્ટ મુજબ બંનેના લગ્નની તમામ વિધિ ઉદયપુરમાં હલ્દી, મહેંદી જેવા કાર્યક્રમો સાથે પૂર્ણ કરવામાં આવી.

બંનેએ જાન્યુઆરી 2020માં સગાઈ બાદ જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ પછી જુલાઈ 2020 માં તેઓ એક પુત્રના માતાપિતા બન્યા હતા અને હાલ બીજા લગ્ન પોતના દીકરાની

હાજરીમાં લગ્ન કર્યા છે, ત્યારે ખરેખર આ લગ્ન ખુબ જ યાદગાર અને ભવ્ય રહ્યાં છે. આ લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

ખરેખર આવા લગ્ન પહેલીવાર યોજાયા હોય જેમાં પુત્ર એ માતા-પિતાના લગ્નમા હાજરી આપી હોય. ટૂંક સમયમાં રિસપેશનની તસવીરો સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!