પોલીસ અને પરિવારને હતી આત્મહત્યાની શંકા પરંતુ ૯ વર્ષની બાળકીએ આવી રીતે કેશ કર્યો સોલ્વ અને આત્મહત્યા નહી પરંતુ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં એક પછી એક જે રીતે આત્મ હત્યા ના બનાવો સામે આવી રહ્યા છે આવી ઘટના સમાજ માટે લાલ બત્તી સમાન છે કારણ કે હાલમાં જાણે લોકોમાં શહન શક્તિ નો અભાવ થઇ ગયો હોઈ તેમ આવનાર મુસીબત કે તકલીફ નો સામનો કરવાને બદલે લોકો મોત વહાલું કરી લે છે. પોતાના આર્થિક કે સામાજિક અથવાતો પ્રેમ સંબંધ ને લઈને લોકો દ્વારા આત્મ હત્યા કરવામાં આવે છે આ ઘટના ખરેખર ચિંતા જનક છે.
હાલમાં આવોજ એક આત્મ હત્યા નો બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કે કઈ રીતે એક ૯ વર્ષની બાળકી એ કાકા ની આત્મ હત્યા નો કેશ સોલ્વ કર્યો. જો વાત આ ઘટના અંગે કરીએ તો બનાવ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકામાં આવેલા મોખાસણ ગામનો છે. અહી રહેતો ૨૪ વર્ષીય કેતન રાવલ નામનો યુવક ૧૪ એપ્રિલ ના રોજ પોતાના ઘરેથી ગાયબ થઇ ગયો હતો. ઘણો સમય વીતી જવા અને અનેક સ્થળે શોધવા છતા પણ જયારે કેતન મળ્યો નહિ ત્યારે પરિવાર ને ચિંતા થઇ.
જે બાદ પરિવાર દ્વારા કેતનના ગાયબ થયા અંગેની ફરિયાદ પોલીસ ને નોંધાવી હતી પોલીસ દ્વારા તપાસ કરતા તારીખ ૧૫ એપ્રિલ ના રોજ ભાદોળ ગામના એક વ્રુક્ષ પર કેતનનો મૃત દેહ મળી આવ્યો હતો જે બાદ પોલીસ દ્વારા મૃત દેહ અને સુસાઇડ નોટ ની તપાસ કરતા આત્મ હત્યા ને આકસ્મિક મોત જાહેર કરી જે બાદ પરિવાર દ્વારા કેતનની અંતિમ વિધિ કરવામાં આવી.
પરંતુ જયારે ૯ વર્ષની કેતન ભાઈ ની ભત્રીજીએ જયારે કેતન ભાઈનો ફોન રમત રમવા લીધો જણાવી દઈએ કે આ ૯ વર્ષની ભત્રીજી કાકા ના ફોનનો પાસવર્ડ જાણતી હતી જે બાદ ફોન ખોલત્તા પરિવાર સામે જે માહિતી આવી તેના કારણે તેઓ દંગ રહી ગયા કારણ કે ફોનમાં એવા સબુત મળ્યા કે જેના કારણે એવું માલુમ પડ્યું કે કેતને અકસ્માતે આત્મ હત્યા નહિ પરંતુ તેને આત્મ હત્યા કરવા મજબુર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે કેતન ભાઈ ના પરિવાર દ્વારા ફોન માંથી કોઈ વિષ્ણુજી ઠાકોર નામના વ્યક્તિ ના મેસેજ અને કોલ રેકોર્ડ મળી આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે વિષ્ણુજી ઠાકોર ને એવી શંકા હતીકે કેતન અને તેની દિકરી વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે માટે વિષ્ણુજી ઠાકોર કેતનને અને તેના પરિવાર ને બદનામ કરવાની અને તેમની હત્યા કરવાની ધમકી આપતો હતો. જેના કારણે કેતન ભાઈએ આત્મ હત્યા કરી હોવાનું માનવામાં આવે છે હાલમાં પોલીસે આ સબુતના આધારે પોલીસ ફરિયાદ કરી છે.