Gujarat

ગામલોકોએ 18 વર્ષ સુધી દેશની રક્ષા કરનાર જવાન નિવૃત થતા તેના વતનમાં અનોખી રીતે સ્વાગત કર્યું.

ભારતમાં અનેક જવાનો પોતાના પરિવારને છોડીને દેશનિંરક્ષા કરવા માટે સરહદ ચાલ્યા જતા હોય છે. એ જાણે છે કે, જ્યારે તેઓ ઘર છોડીને જાય છે ત્યારે તેમને પણ ખબર હોય છે કે, એ ઘરે પાછા આવશે તો કા તો જીવંત હશે નહીં તો શહીદ થઈને આવશે.ખરેખર ધન્ય છે ભારનાં જવાનોની વિરતાને જેઓ સદાય દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અપર્ણ કરી દે છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે, તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે અને તમારું હૈયું પણ ખીલી ઉઠશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણા જવાનો પોતાની નોકરી પૂર્ણ થયા બાદ નિવૃત થઈને પોતાના વતન પાછા ફરે છે. ત્યારે આખું ગામ અને પરિવાર જવાનનું ઉત્સાહ અને હર્ષ સાથે સ્વાગત કરે છે. ત્યારે હાલમાં જ એક ગામમાં આવી ઘટના બની છે.ફૌજી જયદીપસિંહ ગોહિલે ફરજ દરમ્યાન મેરઠ, પટિયાલા, આસામ, વડોદરા, લેહ લદાખ અને ભુજ ખાતે સેવા બજાવી હતી અને નિવૃત્તિ બાદ આજે તેઓ પોતાના ગામ પાછા ફરતા ગામમાં ઉસત્વ ઉજવાયો.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ગોદલના વતની રહેવાસી ફૌજી જયદીપસિંહ ગોહિલ બી.એસ.એફમાં 18 વર્ષ સુધી ફરજ બજાવી વય મર્યાદાને કારણે નિવૃત થઈ જતા આખરે તેઓ પોતાના વતન પરત ફર્યા હતા અને ત્યારે આ શુભ અવસરે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ ખૂબ જ માનવતાવાદી અને વતન, માનવધર્મ કે પોતાની કોઈ ટેક ખાતર ફના થવામાં કદી પાછી પાની કરતો નથી. તે ઘેટાંની જેમ કાયરતાથી નહિ, પરંતુ સિંહની જેમ બહાદુરીપૂર્વક જીવવામાં માને છે. ઝિંદાદિલ જયદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ બાળપણથી જ દેશ ભક્તિના રંગે રંગાયેલા હતા.
ફૌજીના સ્વાગતમાં સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા અને સૌ કોઈ આત્મસ્વમાન સાથે સ્વાગત કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!