સાયકલ ચોરી કરનાર યુવક ડભોઇમાં આવી આશ્ચય જનક વસ્તુ સાથે પકડાયો.
આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે ને કે, વડ હોય તેમા એકાદ બે ટેટા ખરાબ નીકળી પણ જાય છે. ત્યારે હાલમાં ખરેખર આવી જ પરિસ્થિતિનનું સર્જન થયું છે. સમાજમાં એવા અનેક યુવાનો છે જે દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે અનેક યુવાનો એવા પણ છે જે દેશનું નામ ખરાબ કરે છે પરતું પોતાના પરિવારને પણ બરબાદ કરી રહ્યા છે. હાલમાં જ એક એવી ઘટના બની કે જેમાં એક યુવાને એવું વસ્તુઓની ચોરી કરવાનું શરૂ કર્યું કે તમે ચોકી જશો.
હાલના જ ડભોઇ નજીક પેટ્રોલીંગની કામગીરીમાં હતી. ત્યારે ખબર મળી હતી કે ધર્મપુરી બસ સ્ટેન્ડ પાસે એક ઇસમ તમંચો લઈને આવવાનો છે. જાણ થયેલ મુજબ વાળો ઇસમ આવતા વોચમાં રહેલ SOG ટીમના જવાનોએ ઝડપી પાડી દેશી તમંચો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્ર દ્વારા જાણવા પ્રમાણે એક ઇસમ ધર્મપુરી ગામના બસ સ્ટેન્ડ તેને પડકીને નામઠામ પૂછતા તેને પોતાનું નામ સુનિલભાઇ કિશનભાઇ વાદી ઉ.વ.24 રહે.કવાંટ, કડકાકોલોણી તા.કવાંટ જિ.છોટાઉદેપુરનો હોવાનું જણાવતા તેની અંગઝડતી કરતા કમરના ભાગે છૂપાવેલ દેશી તમંચો કિં.રૂ.5,000નો મળી આવતા આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધી અટકાયત કરી નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માગણી કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા હતા.
આરોપી અગાઉ સાયકલ ચોરીના ગુનામાં પણ વડોદરા શહેરમાં ઝડપાયો હતો. ખરેખર આવી અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ એક શરમ જનક વાત કહેવાય. 23 અને 20 ની ઉંમરે તો યુવાનો ભારત માટે ગોલ્ડ મેડલ લઇ આવે છે, જ્યારે આવા યુવાનો દેશનું નામ ખરાબ કરી રહ્યા છે અને સાથો સાથ પોતાનું ભવિષ્ય પણ બરબાદ કરતા નથી અચકાતા.
