Gujarat

શિક્ષિકાનો અકસ્તમાતમાં જીવ ગુમાવ્યો પણ 5ને નવજીવન મળ્યું,જેમાં એક ઉધોગપતિ…

કહેવાય છે ને કે, જગતમાં અંગદાન એ શ્રેષ્ઠ દાન છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે, તમને જાણીને નવાઈ લાગશે. ખરેખર આ ઘટનાં ખૂબ જ હ્રદય કંપાવી દે છે. સુરત શહેર અંગ દાનમાં મોખરે છે પરતું હાલમાં જ વલસાડમાં અંગ દાનનો કિસ્સો બન્યો છે.  ત્યારે આ ઘટના ખૂબ જ સરહાનીય છે. એક જીવનાં ગયા પછી અનેક જીવોને નવું જીવનદાન મળ્યું છે, ત્યારે આ ઘટના ખૂબ જ પ્રેરણારૂપ છે.

વાત જાણે એમ છે કે, બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.આ અંગ દાન થકી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.  ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની છઠ્ઠી ઘટના છે. સુરતમાં સૌપ્રથમ વખત દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,વલસાડના માણેક બાગ ખાતે રહેતા યોગ શિક્ષિકા રંજનબેન ગત 30 સપ્ટેમ્બરના રોજ સવારે તેમના ઘરેથી તેમના બેન તનુજાને ત્યાં મોપેડ પર જઈ રહ્યા હતા. ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.

ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જ્યારે એક કિડની અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી હતા.કિડની દાનથી બે મહિલાની નવજીવન મળ્યુંચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણા દાયક છે. ઈશ્વર મૂર્તકની આત્મને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!