Gujarat

પરિણીતા એ આત્મહત્યા કરી લીધી ! આત્મહત્યા કરવાની 15 મીનીટ પહેલા પિતા ને આ વાત જણાવી

હાલમાં આપઘાત નાં બનાવ સૌથી વધુ બને છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ ગંભીર ઘટના બની છે. ઘરેલુ હિંસા અને દહેજનાં લીધે અનેક દીકરીઓના જીવ જાય છે.ત્યારે હાલમાં જ બે વર્ષ પહેલા લગ્ન કરનાર યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. વાત જાણે એમ છે કે,જસદણ તાલુકાના પોલારપર ગામે પિયર ધરાવતી અને જસદણના પોલારપર ગામે જ સાસરે રહેતી કૈલાશબેન ઉર્ફે કોમલબેન હિતેશભાઈ મકવાણાએ આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવ્યો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, શનિવારે બપોરના 12 વાગ્યા આસપાસ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.આ આપઘાતના બનાવની જાણ તેના પતિને થતા તાત્કાલિક જસદણ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંખા સાથે લટકતી મહિલાની લાશને નીચે ઉતારી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દીકરીનું નિધન થતા જ પિતા એ કરુણદાયક રુદન કર્યું હતું જે કોઈની પણ આંખમાં આંસુઓ લાવી દે.પરિવારના કહ્યા મુજબ મારી દીકરીના બે વર્ષ પહેલા હિતેશ મકવાણા સાથે લગ્ન થયા હતા અને મારી દીકરી અને મારા દીકરાનું સામ-સામું કર્યું હતું. બનાવ બન્યો તેના 15 મિનીટ પહેલા ફોન આવ્યો કે તમે અને મમ્મી બન્ને અત્યારે જ અહિયાં આવો. જેથી અમે બન્ને નીકળી ગયા હતા અને રસ્તામાં પહોંચ્યા ત્યાં મારા જમાઈનો ફોન આવ્યો કે તમારી દીકરીએ આવું પગલું ભરી લીધું છે.

માતાપિતા ને અફસોસ રહી ગયો કે, તેમની દીકરી અંતિમ ઘડી એના મા બાપની રાહ ન જોઈ.પતિ કહ્યું હટી કે, તેમની સાથે કોઈ માથાકૂટ પણ થઈ ન હતી. મારે સંતાનમાં કંઈ નથી અને ક્યાં કારણોસર આ પગલું ભરી લીધું તેનો મને ખ્યાલ નથી. કયાં કારણોસર યુવતી એ આત્મહત્યા કરી છે તે જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!