Gujarat

પાકિસ્તાની યુવતીને ભારતીય યુવક સાથે પ્રેમ થઈ ગયો અને પોતાનો દેશ છોડી ભારત આવી ગઈ

આ જગતમાં જેને પ્રેમ થઇ જાય છે,તેના માટે જગત આંધળું બની જાય છે. પ્રેમ કરનાર બે પ્રેમી પંખીડાઓને પ્રેમ કરતા કોઈ રોકી નથી શકતું. આ વાત તો તદ્દન સાચી જ છે અને હકીકત પણ એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો આપણે સૌ કોઈ જાણીએ છે કે, પ્રેમ કેવો હોય છે અને પ્રેમ કર્યા પછી કેવી હાલત થાય છે. આ વાત થી આપણે સૌ કોઈ જાણકાર જ છીએ. ત્યારે આજે અમે આપને એક એવો કિસ્સો જણાવીશું જેમાં એક યુવતી પોતાના પ્રેમી માટે પાકિસ્તાન છોડીને ભારત આવી ગઈ.

આ પ્રેમ કહાની છે, કરાંચી માં રહેનાર યુવતીને જેને મુંબઈમાં રહેનાર એક યુવક સાથે પ્રેમ થઈ ગયો એટલે હાલમાં આ બંને ની લવ સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ બંનેની પ્રેમ કહાની એ લોકોનું હૃદય જીતી લીધું છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ હૃદય સ્પર્શી છે. અમે આપને જણાવીશું કે, આખરે ઘટના શું ઘટી હતી. “Humans of Bombay” દ્વારા જાણવા મળ્યું છે કે, કરાંચીમાં એક યુવતી ને મુંબઈના છોકરા સાથે પ્રેમ થાય છે. કરાંચી થી ભારત આવવું મુશ્કેલ ભર્યું હતું પરંતુ આખરે પ્રેમની જીત થઈ.

ભરાતમાં તે યુવકને મળી હતી અને આ મુલાકાત પ્રેમમાં પરિવર્તન પામી ત્યારે આ ઘટના પછી યુવતી એ પોતાનું સર્વસ્વ યુવકને સમર્પણ કરીને તમામ મુશ્કેલીઓને દૂર કરીને તેને લગ્ન કરી લીધા. લગ્ન પછી યુવતીના પતિની નોકરી ચાલી જતા મોટી આફત આવી જીવનમાં.ડીપ્રેશનના શિકાર પણ યુવતી બની પણ પ્રેમ અને સાથ અંકબંધ હતો.

કહેવાય છે ને દુઃખ આવે છે.તો સુખ સજોડે આવે છે. યુવતીના જીવનમાં તેની પાસે એક આવડત હતી. તે મેકઅપ આર્ટિસ્ટ નું કામ કરતી અને ફરી એકવાર વિચાર આવ્યો અને માર્કટિંગ શરૂ કરતાં ફરી એકવાર બિઝનેસ સફળ બન્યો અને આજે સુખી સંપન્ન જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!