સ્ત્રીરૂપે ભવાઇ ભજવનાર નટુકાકાએ આવી રીતે સફળતા મેળવી! આવું હતું અંગત જીવન..
આપણા સૌના પ્રિય એવા નટુકાકા આપણી વચ્ચે નથી રહ્યા. ખરેખર આ ઘટના થી સૌ કોઈ હૃદય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છેકે બીમારીના સમયે નટુકાકા કહ્યું હતું કે, હું મરીશ તો પણ મેકઅપ સાથે જ મરીશ ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ હૃદય કંપાવી હતી.આજે તેમના ગયા પછી તેમની ખોટ સદાય આપણે સૌને વર્તાશે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે.
નટુકાકા ના જીવન માત્ર ટીવી સિરિયલ ને સમર્પિત નથી રહ્યુ ગુુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘરઘરમાં જાણીતા થયેલા. પરતું ઘણા સમય થી તેમને કેન્સરની બીમારી હતી અને આ જ કારણે તેમનું અવસાન થયું છે. ઘનશ્યામ નાયક ગુજરાતી રંગભૂમિ થી લઈને નટુકાકા એ ટીવી જગતમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. આજે આપણે તેમના જીવન વિશે વધુ જાણીએ.
આમ તો અભિનયની કળા તેમના ખુનમાં હતી અને ભવાઇ તો તેમની ઓળખ હતી.નટુકાકાની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી ‘હસ્તમેળાપ’ હતી. રમેશ મહેતા પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યાર મહેશ કનોડિયા સંગીત હતું. તેમને પાર્શ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ ‘વેણીનાં ફૂલ’ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું. તેમણે ડોશીમાંના અવાજમાં ‘દાદીમા અનાડી’ ગીત ગાયું હતું.
તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર ‘માસૂમ’ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય ‘કચ્ચે ધાગે’, ‘ઘાતક’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘બરસાત’, ‘આશિક આવારા’, ‘તિરંગા’ જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક ‘પાનેતર’ હતું. ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક તથા દાદા કેશવલાલ નાયક પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહ્યા હતા. તેમના વડદાદા વાડીલાલ નાયક શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાનીઅને સાથે ધરમપુર અને વાંસદા નાં રાજવી પરિવાર નાં સંગીત આચાર્ય હતા.
તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઈ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું અને આખરે તેમના જીવનને અને અભિનય ને એક નવી દીશા મળી તારક મહેતા સિરિયલ થી અને નટુકાકા તરીકે તેમને જગત ભરમાં ઓળખાણ બનાવી. આજે આપણે સૌને તેની ખોટ સારશે.
