હાઈવે પર ખરાબ રીતે ઉભો હતો ટ્રકઃ અચાનક કાર પાછળથી ઘુસી જતા, આખા પરિવારને કાળ ભરખી ગયો
યુપીના મેરઠમાં આજે એક મોટો અકસ્માત થયો. દિલ્હી એરપોર્ટ પર દિકરાને મૂકીને જઈ રહેલો બિજનૌર નિવાસી એક પરીવારની કાર દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર ટોલ પ્લાઝા પાસે ટ્રક સાથે ટકરાઈ ગઈ. આમાં 4 મહિલા સહિત 5 લોકોના મોત થઈ ગયા. પોલીસે તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તમામ બિજનૌર અને નજીબાબાદના રહેવાસી હતા.
જિલ્લા બિજનૌરના મહોલ્લા માલીવાલા નિવાસી 28 વર્ષીય તાજિમ પુત્ર અરમાસ રવિવારની રાત્રે પરિવારના અન્ય ચાર સભ્યો સાથે બ્રેઝા કારથી દિલ્હી એરપોર્ટ પર પરિવારના એક પૂત્રને મૂકવા માટે ગયા હતા. સવારના સમયે તમામ લોકો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પરથી બિજનૌર જઈ રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ટોઝ પ્લાઝાથી આશરે 100 મીટર પહેલા જ રોડ પર ઉભેલા એક ટ્રકમાં કાર ઘુસી ગઈ હતી. એક્સીડન્ટ થતા જ ટેસ્ટ બ્લાસ્ટના અવાજથી વાતાવરણ ધમધમી ઉઠ્યું હતું. ટોલ કર્મચારી સહિત અન્ય લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને આ મામલે જાણકારી આપી હતી.
પોલીસે લોકોની મદદથી ભારે જહેમત બાદ કારમાં ફસાલેયા લોકોને કારની બારી કાપીને બહાર કાઢ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો કારમાં સવાર પાંચ લોકોના મોત થઈ ચૂક્યા હતા. મૃતકોમાં એક પુરુષ અને ત્રણ મહિલાઓ અને 11 વર્ષની બાળકી છે. તો નાઝીમના 6 મહિનાના દિકરાના શ્વાસો ચાલી રહ્યા હતા. તેને તુરંત જ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી છે પોલીસે જણાવ્યું કે, ટ્રક એકદમ ખરાબ હાલતમાં હાઈવે પર ઉભો હતો. કારની ગતિ હાઈવેના માનકો પર જ હતી. રોડ પર ઉભેલા ટ્રકને જોઈને અંદાજ ન લાગી શક્યો અને કાર ટકરાઈ ગઈ. કાર પૂર્ણ રીતે ક્ષતીગ્રસ્ત થઈ ગઈ હતી.
સીટીના એસપી વિનીત ભટનાગરે પણ જણાવ્યું કે, તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તમામ લોકો બિજનૌર અને નજીદીબાબાદના નિવાસી હતી. આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
