આ છે દહેરાદૂનના દબંગ એસએસપીઃ ઘોડા પર સવાર થઈને નિકળ્યા પેટ્રોલિંગ કરવા
મોટાભાગના પોલીસ અધીકારી જ્યારે પણ શહેરમાં નિકળે છે ત્યારે તે લાલબત્તી વાળી ગાડી અથવા તો લક્ઝરી કારમાં સવાર થઈને નિકળે છે. દરેક મોટી રેંકના અધિકારી આવા જ વાહનોમાં ચેકિંગ પર નિકળે છે. પરંતુ આજે અમે આપને એક એવા પોલીસ અધિકારી સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ કે જે જ્યારે પણ શહેરમાં ચેકિંગ માટે નિકળ્યા તો દરેક વ્યક્તિ તેમનો અંદાજ જોઈને દંગ રહી ગયા. હકીકતમાં આ પોલીસ અધિકારી શહેરમાં ઘોડા પર સવાર થઈને નિકળ્યા. પોલીસનો આ અંદાજ જોઈને લોકો એમને વળી-વળીને જોઈ રહ્યા હતા.
આ રસપ્રદ મામલો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનનો છે. અહીંયા એસએસપી જન્મેન્જય ખંડૂરીએ શુક્રવારના રોજ દહેરાદૂનની કમાન સંભાળી છે. આવામાં તે પોતાની ડ્યુટીના પ્રથમ દિવસે જ શહેરના નિરીક્ષણ પર નિકળી પડ્યા. આ દરમિયાન ખાસ વાત એ રહી કે તેમને ઘોડા પર સવાર થઈને શહેરનો પ્રવાસ કર્યો. આ દરમિયાન એસએસપી જે અંદાજમાં ઘોડા પર સવાર થઈને શહેરનું નીરીક્ષણ કરી રહ્યા હતા તે કોઈ ફિલ્મી હિરોના અંદાજથી ઓછો નહોતો.
ઘોડા પર સવાર એસએસપી સાહેબ ફૂલ ફોર્મમાં દેખાયા હતા. તેમણે ઘોડા પર બેસીને જ બદમાશોને ફિલ્મી સ્ટાઈલમાં સબક શીખવાડ્યો. તેઓ ઘોડેસવારી કરતા રાત્રીના સમયે ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગ કરે છે. આ દરમિયાન જે પણ કાયદો તોડતા દેખાય તેમને હાથોહાથ સજા પણ આપવામાં આવી. દારૂ પીને ફરનારા બદમાશોને પકડવામાં આવ્યા અને તેમને ફટકાર પણ લગાવવામાં આવી. તો કોઈને ઉઠક-બેઠક કરવા માટે કહેવામાં આવ્યું.
એસએસપી ખંડૂરીએ જણાવ્યું કે, દહેરાદૂન ભલે રાજધાની હોય પરંતુ પોલીસ અહીંયા કોઈપણ પ્રકારના દબાણમાં કામ નહી કરે. અહીંયા અમે ગરીબોનું સાંભળીશું અને બદમાશોને છોડવામાં નહી આવે. એસએસપી ખંડૂરી જ્યારે રોડ પર નિકળ્યા ત્યારે કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેમણે માસ્ક નહોતું પહેર્યું. ત્યારે એસએસપીએ પોતાના પોલીસ કર્મચારીઓને તેમને પકડવા માટે આદેશ આપ્યો.
મોટાભાગના પોલીસ અધીકારી જ્યારે પણ શહેરમાં નિકળે છે ત્યારે તે લાલબત્તી વાળી ગાડી અથવા તો લક્ઝરી કારમાં સવાર થઈને નિકળે છે. દરેક મોટી રેંકના અધિકારી આવા જ વાહનોમાં ચેકિંગ પર નિકળે છે. પરંતુ આજે અમે આપને એક એવા પોલીસ અધિકારી સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ કે જે જ્યારે પણ શહેરમાં ચેકિંગ માટે નિકળ્યા તો દરેક વ્યક્તિ તેમનો અંદાજ જોઈને દંગ રહી ગયા. હકીકતમાં આ પોલીસ અધિકારી શહેરમાં ઘોડા પર સવાર થઈને નિકળ્યા. પોલીસનો આ અંદાજ જોઈને લોકો એમને વળી-વળીને જોઈ રહ્યા હતા.
આ રસપ્રદ મામલો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનનો છે. અહીંયા એસએસપી જન્મેન્જય ખંડૂરીએ શુક્રવારના રોજ દહેરાદૂનની કમાન સંભાળી છે. આવામાં તે પોતાની ડ્યુટીના પ્રથમ દિવસે જ શહેરના નિરીક્ષણ પર નિકળી પડ્યા. આ દરમિયાન ખાસ વાત એ રહી કે તેમને ઘોડા પર સવાર થઈને શહેરનો પ્રવાસ કર્યો. આ દરમિયાન એસએસપી જે અંદાજમાં ઘોડા પર સવાર થઈને શહેરનું નીરીક્ષણ કરી રહ્યા હતા તે કોઈ ફિલ્મી હિરોના અંદાજથી ઓછો નહોતો.
ઘોડા પર સવાર એસએસપી સાહેબ ફૂલ ફોર્મમાં દેખાયા હતા. તેમણે ઘોડા પર બેસીને જ બદમાશોને ફિલ્મી સ્ટાઈલમાં સબક શીખવાડ્યો. તેઓ ઘોડેસવારી કરતા રાત્રીના સમયે ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગ કરે છે.
આ દરમિયાન જે પણ કાયદો તોડતા દેખાય તેમને હાથોહાથ સજા પણ આપવામાં આવી. દારૂ પીને ફરનારા બદમાશોને પકડવામાં આવ્યા અને તેમને ફટકાર પણ લગાવવામાં આવી. તો કોઈને ઉઠક-બેઠક કરવા માટે કહેવામાં આવ્યું.એસએસપી ખંડૂરીએ જણાવ્યું કે, દહેરાદૂન ભલે રાજધાની હોય પરંતુ પોલીસ અહીંયા કોઈપણ પ્રકારના દબાણમાં કામ નહી કરે. અહીંયા અમે ગરીબોનું સાંભળીશું અને બદમાશોને છોડવામાં નહી આવે. એસએસપી ખંડૂરી જ્યારે રોડ પર નિકળ્યા ત્યારે કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેમણે માસ્ક નહોતું પહેર્યું. ત્યારે એસએસપીએ પોતાના પોલીસ કર્મચારીઓને તેમને પકડવા માટે આદેશ આપ્યો.