Gujarat

સૌરાષ્ટ્રનાં બગથળા ગામનો યુવક કેનેડાનો સૌથી યુવા નોટરી બન્યો! આ રીતેમ મેળવી સફળતા…

આ જગતમાં સિદ્ધિ એને જઇ વરે જે પરસેવે ન્હાઈ! ખરેખર આ વાત એકદમ સાચી છે. આજના સમયમાં અનેક એવા યુવાનો અને યુવતિઓ છે, જેઓ દરેક ક્ષેત્રમાં મોખરે છે અને પોતાના પરિવારનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય અને વખાણવવા લાયક છે. આજે અમે આપને એક એવી વાત કરીશું જેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે.

જીવનની મહત્વની કારકિર્દી બનાવવા માટેની દોડમાં સામેલ થઇ જવું એ સહેલું નથી પરંતુ જેને આત્મ વિશ્વાસ સાથે જે ધારી લીધું હોય એ કાર્ય તે કરી જ બતાવે છે. આજે અમે આપને એકવાત કરીશું મોરબીના બગથળાના વતની યુવકની જે આકે  કેનેડામાં સ્થાયી થયેલ છે અને  સાબીત કરી આપ્યું કે ધારીએ અને તે પામવા અથાહમહેનત અને લગનથી કામ કરીએ તો એ અશક્ય પણ નથી જ.

આ યુવાન એવું કામ કર્યું કે વિસ્મય આજે કેનેડાનો સૌની નાની વયનો યુવા નોટરી બની ગયો છે અને તે બાબતનું વિસ્મયને જરા પણ વિસ્મય નથી.મોરબીના બગથળા ગામના વતની ડોક્ટર હસમુખભાઈ મેરજાએ બગથળા ગામમાં જ હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરેલો અને બાદમાં વેટરનરી ડોક્ટર બનેલા હસમુખભાઈ 2001થી કેનેડામાં સ્થાયી થયા છે. હસમુખભાઈના પુત્ર વિસ્મયનો જન્મ અમદાવાદમાં થયેલો અને વિસ્મય પાંચ વર્ષનો હતો ત્યારે મેરજા પરિવાર કેનેડા ખાતે ગયું હતું અને ત્યાં જ સ્થાયી થઇ ગયું છે.

વિસ્મય નાનપણથી જ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. કેનેડા ખાતે તેણે ધોરણ 12ની પરીક્ષામાં પણ રેન્ક મેળવ્યો હતો. હાઈસ્કુલથી જ વકીલ બનવાની ઇચ્છા રાખનાર વિસ્મયે ખૂબ જ અઘરી ગણાતી LSAT (લો સ્કૂલ એડમિશન ટેસ્ટ) સારા માર્ક્સ સાથે પાસ કરી લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં એડમિશન લીધું. આ એ કોલેજ છે જ્યાં નોબેલ લોર્ડ મેદનાદ દેસાઇ, લોર્ડ ભીખુ પારેખ, પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ, વિજેતા અમર્ત્ય સેન, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ અને સાત નોબલ વિજેતાઓ ભણ્યા છે.

વિસ્મયે વકીલ બનતા પહેલા ટોરેન્ટો પોલીસમાં પણ કામ કરેલું અને ૨૩ વર્ષની વયે તેઓ કેનેડાના સૌથી યુવાન નોટરી બની ગયા છે. તેઓની ઈચ્છા કેનેડાના સૌથી નાની વયના ન્યાયધીશ બનવાની છે.આ યુવાન ની સિદ્ધિ સૌ કોઈ માટે પ્રેરણા દાયક છે. ત્યારે ખરેખર આ એક ખૂબ જ ગર્વની વાત કહેવાય કે, આ યુવાન ભારતનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!