ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું સૂચક નિવેદનઃ બે વાર પડ્યો હવે ત્રીજી વાર નહી પડુ ! જાણો બીજુ શુ કીધુ
આંદોલનમાંથી કોંગ્રેસના નેતા બનેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્યની ચૂંટણી હારી ચૂકેલા અલ્પેશ ઠાકોરે એક મહત્વપૂર્ણ અને સૂચક નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપતા કહ્યું છે કે, હું સમયની રાહ જોઈ રહ્યો છું, બે વાર પડ્યો પરંતુ હવે ત્રીજી વાર નહી પડુ.
અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકોને કહ્યું કે, મિત્રો મર્યા પહેલા હું ઈતિહાસ રચીને જવાનો છું. હું નબળો નથી થયો, હું મનથી હાર્યો નથી પરંતુ મનથી તો મજબૂત જ છું. એકવાર પડ્યો, બીજીવાર પણ પડ્યો, પરંતુ હવે ત્રીજીવાર પડીશ પણ નહી અને પડવા પણ નહી દઉં. અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકોને કહ્યું કે, દોસ્તો ભરોસો રાખજો, મારી ઈમાનદારી પણ એવી જ છે અને મારી ખુમારી પણ એ જ છે.
મહત્વનું છે કે,
ગુજરાતમાં આંદોલનના સમયમાં ત્રણ યુવા ચહેરાઓ ગુજરાતમાં આગળ આવ્યા હતા. જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલ તો ક્યારના કોંગ્રેસમાં જોડાયા છે અને જીજ્ઞેશ મેવાણી કે જેઓ અપક્ષ ધારાસભ્ય છે તે પણ હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે આવા સમયે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉભા થતા હતા કે અલ્પેશ ઠાકોર માત્ર ભાજપમાં પ્રચારક જ બનીને રહેશે કે શું?
અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા, અલ્પેશ ઠાકોર સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા હતા અને પોતાના સમર્થકોને સંદેશ આપ્યો હતો. મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા હતા. કદાચ અલ્પેશ ઠાકોરે કલ્પના પણ નહી કરી હોય કે, ભાજપમાંથી લડીશ અને હારી જઈશ. પરંતુ તેઓ હારી ગયા એ તો સત્ય વાત છે. આ ઘટના અલ્પેશ ઠાકોર માટે એક મોટો ફટકો હતો. અત્યારે તેઓ ભાજપમાં પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.
