આ તળાવ છે, સમ્રાટ અશોકની ભેટ જે 1200 વર્ષ સુધી લોકોને પાણી પૂરું પાડતું…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, જૂનાગઢ શહેર એ ઐતિહાસિક ધરોરહ ધરાવતું શહેર છે. અહીંયા ઇતિહાસનાં અનેક સ્મારકો આવેલા છે. ત્યારે આજે અમે આપને એક એવા સ્મારક વિશે જણાવીશું જેના વિશે લોકો ભાગ્યે જ જાણતાં હશે. આજે આપણે વાત કરીશું ગિરનારનાં સાનિધ્યમાં આવેલ સુંદર્શન તળાવ વિશે. આજે ભલે બીજા ઐતિહાસિક સ્મારકો ને મહત્વ આપવામાં આ સૌથી ઐતિહાસિક અને ભારતનું ગૌરવ કહી શકાય એવી અમૂલ્ય સંપત્તિનું મહત્વ આજના સમયમાં ઘટી ગયું છે. આ તળાવ કુદરતી રીતે નથી બાંધવામાં આવેલ પરતું આ તળાવ માનવ સર્જિત હતું અને આજે પણ એ હયાત છે જે સુવર્ણ ઇતિહાસ ની સાક્ષી બનીને લોકોએ ઇતિહાસ યાદ અપાવે છે.
આજે જૂનાગઢ ને ગિરનાર રોપ વે રૂપી અમૂલ્ય ઘરેણું મળ્યા પછી પણ આજે પ્રવાસન ક્ષેત્રમાં જૂનાગઢ મોખરે છે, ત્યારે અહીંયા આવેલા અનેક સ્મારકોના લીધે સુરદર્શન તળાવનો ભૂતકાળ ભુસાયો છે અથવા આપણે ખુદ તે ભૂતકાળ ભૂસી નાંખ્યો છે.આ તળાવ અમૂલ્ય છે કારણ કે, ગિરનાર તળેટીમાં ડુંગરો અને વનરાજીથી ઘેરાયેલુ સુંદર તળાવ તેનું કમનસીબ ઉદાહરણ છે.
અહીંયા આવતા પ્રવાસીઓ માટે આ વાત અજાણ હશે કે આ તળાવ માત્ર તળાવ નથી પરંતુ ભારતના સમ્રાટ એવા અશોક ની આ યાદી છે.ગિરનાર તળેટી અને રોપ-વેની નજીક હોવા છતા લોકોને આ ઐતિહાસિક તળાવની જાણ સુદ્ધા નથી. જૂનાગઢ મહાનગર પાલિકાની ઉદાસિનતાને કારણે તળાવ કિનારે અવાવરૂ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જે આ ઐતિહાસિક તળાવની દયનીય સ્થિતિ વ્યક્ત કરે છે.
આ તળાવ મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે નિર્માણ કરાવ્યુ હતુ. ગુજરાતનું પ્રથમ તળાવ કહી શકાય. જે સુવર્ણસિત્તા જે આજે સોનરખ નદી તરીકે ઓળખાય છે અને પલાશિની નદી જે લુપ્ત થઈ ગઈ છે તેને જોડીને તેનું નિર્માણ થયુ હતુ. ઇ.સ. પૂર્વે 302માં મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે ગિનિનગર એટલે આજનું જૂનાગઢ વિકસાવવાની સાથે સિંચાઇ માટે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતુ.
જેનું રૂદ્રદામનના સુબા સવિશાખના હસ્તે પૂનઃ નિર્માણ કરવામાં આવ્યું હતુ, ઇ.સ. 450માં ફરી તૂટતા ઇ.સ. 456માં ગુપ્તવંશના સ્કંદગુપ્તના રાજ્યપાલ પર્ણદત અને તેના પુત્ર ચક્રપાલિતના હસ્તે સુદર્શન તળાવનું બીજીવાર નિર્માણ થયું.ત્યારથી લઇને આજ સુધી તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. અને હાલ તો જાળવણીના અભાવે તે ઝાડી ઝાંખરાઓમાં અદ્રશ્ય થઈ ગયુ છે. એક સમયે આ તળાવ 1200 વર્ષ સુધી આ તળાવ લોકોને પાણી આપ્યું છે અને આજે નવી અને આકર્ષક સ્મારકોના જુના ઇતિહાસને ભૂલી ગયા. આ મૌર્યવંશની અમૂલ્ય ભેટ છે.જૂનાગઢ શહેરમાં અશોક સમ્રાટના શાસનનો પુરાવો છે.
