Viral video

અચાનક શૌચાલયમાંથી બહાર સિંહ નીકળ્યો જુવો વિડીઓ

ગુજરાતનું બહુ મૂલ્ય રત્ન એટલે એશિયાટિક સિંહ!સમગ્ર ભારતમાં એક માત્ર એવું સ્થાન જ્યાં ડાલા મથાનાં અતિ સોહામણા દર્શન થાય છે,એ આપણું ગાંડી ગીર!ગીર એટલે માત્ર એક જંગલ નહિ પરંતુ ડાલા મથા સાવજોનું ઘર.જગત આખું ફરી લ્યો પણ ગીર કાંઠે વસતા સાવજો તમને કયાંય જોવા નહિ મળે.ગીરનો વનરાજ કેવો હોય. ડાલા મથો ને ડહ હથો મોંઢે ને જબરી મૂશા પોણા બે હાથ ની પુછા આ તો વકરેલ વન નો રાજા.”

ગાંડી ગીરમાં વસતા સિંહો ખરેખર દરેકના હદયના આગવું સ્થાન ધરાવે છે.ત્યારે હાલમાં જ સિંહ નો એક  વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમને આશ્ચય થશો. ખરેખર આ ઘટના જોઈને કોઈને પણ આઘાત લાગી શકે છે. આ વાત કોઈ સામાન્ય નથી. હવે તમે વિચાર કરો કે જો તમે ટોઇલેટ ગયા હોય અને જો અંદર અચાનક એક ગરોળી જોઈ જાવ તો પણ રાડો રાડ થઈ જાવ પરતું જો વિચાર કરો વનરાવનનો રાજા તમારી સામે આવી જાય તો?

હાલમાં જ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમને આશ્ચય થશે કે શું આવું ખરેખર હોઈ શકે.હા! વિચિત્ર વીડિયો જોવા મળ્યો છે તે જંગલના રાજા બબ્બર સિંહનો છે. આ વીડિયોમાં એક જાહેર શૌચાલય દેખાય છે. વીડિયોમાં વિચિત્ર બાબત એ છે કે આ વોશરૂમમાંથી માણસોને બદલે એક બબ્બર સિંહ બહાર આવતો જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને એકદમ આશ્ચર્ય પામ્યા છે, સાથે જ ત્યાં હાજર લોકો પણ ડરી ગયા હતા. સ્વાભાવિક છે કે પબ્લિક ટોઇલેટમાં સિંહને જોઇને તમે ચોંકી તો જશો જ. તમને જણાવી દઈએ કે જંગલ સફારી દરમિયાન આ વિચિત્ર વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં જંગલનો રાજા શૌચાલયમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. ચાલતી કારમાંથી આ રેકોર્ડિંગ કરવામાં આવ્યુ છે. જેમ જેમ કાર સાર્વજનિક શૌચાલયની નજીક આવે છે, સિંહ શૌચાલયના દરવાજાની બહાર આવતો જોવા મળે છે. ખરેખર આ વીડિયો ખૂબ જ હાસ્યમય અને ડરાવી દે એવો છે , કલ્પના કરો કે તને ટોઇલેટમાં અંદર જાવ અને સાવજ રાહ જોઇને બેઠો હોય તો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!