જનેતાનો તિરસ્કાર! 2 દીકરા અને 3 દીકરી હોવા છતાં 87 વર્ષના વૃદ્ધ માતાને સાચવવા તૈયાર નથી…
ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભુલશો નહી! આ એક લાઈનમાં બધું જ આવી ગયું. પરતું કાળા માથાનો માનવી ક્યારેય એક સરખું નથી વિચારતો કે નથી રહેતો! આજે જગતમાં અનાથ આશ્રમ તો છે પરંતુ અનેક વૃદ્ધા આશ્રમ પણ આવેલ છે. જ્યાં અનેક પરિવારના મા – બાપ રહે છે જેઓ એ પોતાના સપનાઓ અને જીવન ને જેના માટે સમર્પિત કરી દીધું એજ સંતાનો આજે તેમને સાચવવા તૈયાર ન હોય ત્યારે એ જન્મ આપનાર મા બાપ ની હાલત કેવી હશે અને તેમના હૈયાની કરુણતા તો એ વ્યક્તિ જ જાણી શકે છે!
આજે આપણે જાણીશું એક એવી વાત વિશે જેને જાણતાં જ તમારી આંખોમાંથી આંસુઓ વહી જશે. આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. તમને વિશ્વાસ નહીં આવી શકે કે, ક્યારેજ કોઈ પોતાનું જ વ્યક્તિ પોતાને કંઈક કરી શકે.
હા! વાત જાણે એમ છે કે,અમદાખેરથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 82 વર્ષીય વૃદ્ધ માતાના 3 દીકરા અને બે દીકરીઓ હોવા છતાં કોઈ રાખવા માટે તૈયાર નહોતું.
પાંચ બાળકો હોવા છતાં વૃદ્ધા બેઘર બન્યા હતા. એક વ્યક્તિ તરફથી અભયમની ટીમને આ બાબતે જાણ કરવામાં આવી, જેમણે દીકરાઓનું કાઉન્સિલિંગ કર્યું અને રસ્તો કાઢ્યો કે દરેક દીકરો વારાફરથી માતાને 3-3 મહિના માટે રાખશે. અભયમની ટીમે વાતચીત કરીને સમગ્ર બાબતને થાળે પાડી. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, તેમના પતિનું 15 વર્ષ પહેલા અવસાન થઈ ગયુ હતું. પતિના અવસાન પછી 3 દીકરાઓએ સરખા ભાગે મિલકતની વહેંચણી કરી લીધી હતી.
ઉંમરના કારણે વૃદ્ધાના વર્તનમાં ચિડિયાપણુ આવી ગયુ હતું અને તેઓ કારણ વગર બોલ બોલ કરતા હતા. તેઓ દીકરાઓને અને તેમના પરિવારને પણ સતત સલાહ સૂચન આપતા રહેતા હતા, જેનાથી કંટાળીને સંતાનો તેમને રાખવા તૈયાર નહોતા.થોડા દિવસ પહેલા સુધી તે દીકરી સાથે રહેતા હતા પરંતુ 15 વર્ષ સાથે રાખ્યા પછી તેણે પણ માતાને રાખવાની ના પાડી દીધી હતી. વૃદ્ધા જ્યારે મોટા દીકરાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પુત્રવધુએ તેમને જોઈને ઘરને અંદરથી તાળુ મારી દીધુ હતું.
બપોરે એક વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી તે ઘરની બહાર બેસી રહ્યા હતા. અભયમની ટીમ દ્વારા વૃદ્ધાના ત્રણેય દીકરાઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ હતું અને માતાને 3 મહિના રાખવાની સમજ આપી હતી. અત્યારે તે મોટા દીકરાના ઘરે છે. અભયમની ટીમની મદદને કારણે બેઘર બનેલા માતાને છત મળી છે અને સમગ્ર મામલો થાળે પડ્યો છે.ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે. આવું ભાગ્યે જ બની શકે છે! દરેક યુવાનોએ પોતાના મા બાપની સદાય સેવા કરવી જોઈએ અને તેમને ક્યારેય બે ઘર નાં કરવા જોઈએ.
