Gujarat

ચીત્રકુટમાં આવેલું છે હનુમાનજી મહારાજનું ચમત્કારીક મંદિરઃ દર્શન માત્રથી દુખો દુર થાય છે.

ભગવાન હનુમાનજી મહારાજને કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે. હનુમાનજી મહારાજ ભગવાન શિવના 11મા રૂદ્ર છે. હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. ચીરંજીવી દેવ એટલે એવા દેવ કે જેમનો જન્મ તો થયો છે પરંતુ તેઓ દેવલોકમાં નથી ગયા.  ‘अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः। कृपः परशुरामश्च सप्तैते चिरंजीविनः॥

એટલે જ હનુમાનજી મહારાજને હાજરા હજુર દેવ કહેવાય છે. બળ, બુદ્ધી અને વિદ્યા આપનારા અને કલેશ, વિકાર જીવનમાંથી દૂર કરનારા દેવ છે. આ સિવાય જે વ્યક્તિ હનુમાનજી મહારાજની ભક્તિ કરે છે તેમની નજીક ભૂત કે પીશાચ પણ નથી આવતા. ગુજરાતનું એક પણ એવું ગામ નથી કે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર ન હોય. પરંતુ આજે અમે તમને હનુમાનજી મહારાજના એક અદભૂત મંદિરના દર્શન કરાવા જઈ રહ્યા છીએ.

વાત છે, ચીત્રકૂટમાં આવેલા હનુમાનજી મહારાજના અદભૂત મંદિરની. આ હનુમાન ધારા મંદિર છે. આ મંદિર અત્યારે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. દાદાનું આ મંદિર ચીત્રકુટમાં આવેલી પર્વતમાળાના મધ્યભાગમાં સ્થિત છે. અહીંયા બે કુંડ પણ આવેલા છે અને તેમાં સતત પાણી આવતું જ રહે છે. અર્થાત આ કુંડ ક્યારે ખાલી થતા નથી. આ કુંડની જળ ધારા હનુમાનજી મહારાજને સ્પર્શ કરતા સતત વહેતી રહે છે અને એટલે જ આ મંદિરને હનુમાન ધારા મંદિર કહેવામાં આવે છે.

આ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર, જ્યારે હનુમાનજી મહારાજે પોતાની પૂંછડીથી રાવણની લંકાને આગ લગાવી હતી ત્યારે દાદા તે આગને બુઝાવવા માટે અહીંયા આવવ્યા હતા. આ જગ્યાએ આવીને એ અગ્નીને હનુમાનજી મહારાજે શાંત કર્યો હતો. વર્તમાન સમયમાં પણ પાણી પર્વતમાંથી સતત નિકળી છે અને હનુમાનજી મહારાજની પૂંછડીને સ્નાન કરાવીને તે પાણી કુંડમાં ચાલ્યું જાય છે. કહેવાય છે કે, જ્યારે હનુમાનજી મહારાજની પૂંછડીમાં આગ લગાવવામાં આવી અને જ્યારે તેમણે આ આગને શાંત કરવા માટે ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરી ત્યારે ભગવાન રામે પોતાના બાણના પ્રકકારથી આ જગ્યાએ એક પવિત્ર જળની ધારા બનાવી અને પછી તે જળ દાદાની પૂંછડી પર પડ્યું અને અગ્ની શાંત થયો.

હનુમાનજી મહારાજના ભક્તો માટે આ તીર્થસ્થાન એક આસ્થાનું કેન્દ્ર છે. લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શન કરવા માટે આવે છે. બીજી મોટી વાત એ છે કે, અહીંયા ભગવાન રામનું પણ મંદિર છે અને આ સિવાય આજુબાજુમાં પણ કેટલાય દર્શનીય તીર્થ સ્થળો આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!