Gujarat

મા ના પાડી કે જાત્રામાં નથી જાવું છતાં ગયા અને 13 વર્ષ બાદ જન્મેલ એકનો એક દીકરો ગુમાવ્યો.

હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે.૧૩ વર્ષે જન્મેલા ભાઈંદર-વેસ્ટમાં ફ્લાયઓવર પાસે બાલાજી કૉમ્પ્લેક્સમાં આવેલા પરિવાર પોતાનો એક નો એક લાડકો દિકરો ગુમાવ્યો છે, ત્યારે આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. 13 વર્ષ પછી આવેલ દીકરો ફરી ગુમાવવો પડ્યો, ત્યારે આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.
.
પરિવાર સાથે જાત્રા કરવા ગયેલા અને નાશિક ખાતે આવેલા માંગી-તુંગી તીર્થસ્થાને દર્શને ગયા હતા. શુક્રવારે રાતે ભાઈંદરથી તીર્થસ્થળે જવા બધી બસ એકસાથે નીકળી હતી અને રવિવારે દર્શન કરી ચૌવિહાર કરીને ફરી રાત સુધી ભાઈંદર પાછા આવી જવાનો આખો કાર્યક્રમ હતો. જોકે રવિવારે સવારે તુંગીની જાત્રા શરૂ કરી અને સ્વયમને  આવતાં તેનો પગ ત્યાંથી સ્લિપ થતાં આશરે હજારથી પંદરસો ફુટની ઊંચાઈએથી તે નીચે પડતાં જીવ ગુમાવી બેઠો હતો.

છોકરાના મમ્મીને ના પાડી કે આપણે જાત્રા કરવા જઈશું નહીં. જોકે રવિવારે સવારે મમ્મીને જગાડીને જાત્રાએ જવાનું તેણે કહ્યું હતું.નીલેશભાઈ અને તેમના પરિવારે રવિવારે માંગીની જાત્રા પૂરી કરીને દર્શન કરી લીધાં અને તેઓ તુંગી બાજુએ દર્શન કરવા જઈ રહ્યા હતા. આ બાજુના ડુંગર પર સાંકડા રસ્તાઓ છે. તુંગી જાત્રા વખતે સ્વયમને અચાનક નૅચર્સ કૉલ આવતાં મમ્મી તેને સાઇડ પર લઈ ગઈ હતી.’

ડ્રોન અને સ્થાનિક લોકોની મદદે તેને ખાડીમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો એમ જણાવીને નિકુંજભાઈએ કહ્યું હતું કે ‘ડુંગર પર ખુલ્લામાં જ શૌચક્રિયા કરવા મમ્મી તેને સાઇડ પર લઈ ગઈ અને તેણે મમ્મીને કહ્યું કે તું ઊલટી થઈને ઊભી રહે. એથી મમ્મી ત્યાં જ ઊભી હતી અને સ્વયમ થોડો આગળ ગયો. જોકે ત્યાં જમીન ન હોવાનો અને વરસાદને કારણે શિવાળ થઈ ગઈ હોવાથી તેનો પગ સ્લિપ થઈ જતાં તે ત્યાંથી ખાડીમાં પડ્યો હતો.

થોડા સમય બાદ પણ સ્વયમનો અવાજ ન આવતાં મમ્મીએ પાછળ ફરીને જોયું તો સ્વયમ ક્યાંય દેખાયો નહીં. આસપાસ બધે જોયા બાદ સ્વયમની મમ્મી બૂમો પાડવા લાગી હતી. બધા ભેગા થઈને તેને શોધવા લાગ્યા હતા. ફૉરેસ્ટ ઑફિસરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકો અને ડ્રોનની મદદથી સ્વયમને શોધવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ ડુંગરના નીચેના ભાગથી સ્વયમને શોધવાની શરૂઆત કરી હતી અને ઑફિસરોએ ડ્રોનની મદદ લેતાં સ્વયમ દેખાઈ આવ્યો હતો પરતું મૃત અવસ્થામાં મળ્યો.ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!