કચ્છ-અંજાર ની બે અલગ અલગ ઘટના મા ત્રણ લોકો ના મોત થયા જેમા થી બે બાળકો
ઘણા દિવસો જ ખરાબ હોય છે ઘણા દિવસો એ એક સાથે અકસ્મતો ના બનાવો બનતા હોય છે ત્યારે ફરી બે અલગ અલગ ઘટના ઓ મા ત્રણ લોકો ના જીવ ગયા છે જેમા થી બે બાળકો પણ છે.
કચ્છના અંજારમાં આજે એક કરૂણ ઘટના બની છે. આજે અહીંયા બે અલગ-અલગ અકસ્માતની કરૂણ ઘટનાઓ સામે આવી છે. આ બંન્ને ઘટનામાં કુલ 3 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો, અંજાર તાલુકામાં આવેલા વરસામોડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે બાળકો ન્હાવા પડ્યા હતા. પરંતુ પાણીનું વહેણ વધારે હતું અને તેમને તરતા આવડતું નહોતું, જેના કારણે આ બંન્ને બાળકો ડૂબી ગયા હતા અને તેમના મોત થયા હતા.
આ બંન્ને બાળકોમાં સુમિત (9 વર્ષ) અને આશુતોષ (8 વર્ષ)નો સમાવેશ થાય છે. આ બંન્ને બાળકો ઈન્ડિયા કોલોનીમાં રહેતા હતા. બીજી ઘટનાની વાત કરીએ તો, વરસામેડી ગામ તરફથી ભીમાસર તરફ જતા એક છોટા હાથી ટેમ્પોને ભયાનક અકસ્માત નડી ગયો. આ ટેમ્પો ચાલક સામેથી આવતી ટ્રકથી પોતાના વાહનને બચાવવા ગયો પરંતુ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા છોટાહાથી પલટી મારી ગયો હતો. આ ઘટનામાં 32 વર્ષના જગદીશભાઈ નામના ટેમ્પો ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે જગદીશ ભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું અને આ સિવાય વાહનમાં સવાર 2-3 લોકો ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
