Entertainment

ખીચડી સિરીયલ ફેમ હંસાબેન આજે શુ કરી રહયાં છે જાણો એક સમયે પિતા ના અવસાન બાદ….

હંસાનું નામ આવે એટલે ખીચડી સિરિયલ યાદ આવી જાય! ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી સુપ્રિયા પાઠક હિન્દી ફિલ્મો અને ધારાવહિકની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રીમાં એક છે. આજે આપણે સુપ્રિયા પાઠક નાં જીવન વિશે જાણીશું. એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું ત્યારે તેમના જીવનમાં ખૂબ જ આઘાત આ આવ્યો હતો અને જીવન બદલાઈ ગયું હતું.

આજના સમયમાં સુપ્રિયા પાઠક બોલીવુડના ફિલ્મોમાં અભિનય કરી રહી છે અને મુખ્યત્વે તેવો મા નાં કિરદારમાં વધુ જોવા મળે છે. હાલમાં જ 15 ઓક્ટોબરમાં રિલીઝ થનાર ફિલ્મ રશ્મિ રોકેટમાં તાપસી પન્નુંની માતાની ભૂમિકા નિભાવશે. સુપ્રિયા પાઠક નું જીવન અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયું છે. ત્યારે આજે અમે આપને એક એવી વાત જણાવીશું કે જ્યારે સુપ્રિયા પાઠકના પિતાનું નિધન થયું ત્યારે તેમના જીવનમાં એવો બદલાવ આવ્યો કે તમને જાણીને નવાઈ લાગશે.તે પહેલાં તેમના અંગત જીવન વિશે જાણીએ.સુપ્રિયા પાઠક એ કાઠીયાવાડી ગુજરાતી ડ્રેસ મેકર બલદેવ પાઠકના પુત્રી છે.ટીવી અભિનેત્રી રત્ના પાઠક તેમની મોટી બહેન છે. તેમનું બાળપણ દાદર મુંબઈની પારસી કોલોનીમાં

વીત્યું અને તેમનો અભ્યાસ જે.બી. વાચ્છા હાઈસ્કુલમાં થયોણે મુંબઈ વિદ્યાપીઠના નાલંદા ડાન્સ રીસર્ચ સેન્ટરમાં, ભારતનાટ્યમાં ફાઈન આર્ટમાં સ્નાતકની પદવી મેળાવી છે.તેમણે અભિનયની શરૂઆત મેના ગુર્જરી નામના પ્રાચીન નાટકના પુન: સંસ્કરણમાં  કરી. આ નાટક તેમની માતા દીના પાઠકે દિગ્દર્શિત કર્યું હતું. દીના પાઠકની કારકીર્દીના ચરમ કાળમાં, આ નાટકના પ્રાચીન સંસ્કરણમાં દીના પાઠકે કામ કર્યું હતું. આ નાટક બાદ તેમણે પૃથ્વી થિયેટરમાં દીનેશ ઠાકુરના નાટક બીવીયોંકા મદેર્સામાં કામ કર્યું.

આનાટક જોતાજોતા શશી કપુરના ધર્મ પત્ની જેનીફર કેન્ડેલનું ધ્યાન તેમના પર ગયું અને તેમણે મહાભારત આધારિતઆ તેમના હોમ પ્રોડક્શનની ફીલ્મ કલિયુગ (૧૯૮૧) માટે શ્યામ બેનેગલને સુપ્રિયાની ભલામણ કરી. આ ફીલ્મમાં સુભદ્રા આધારિત તેમના પાત્ર માટે તેમને ફીલ્મફેરનો સર્વોતમ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો.આ બાદ તેમણે હિન્દી ધારાવહીકોમાં કામ કર્યું કેમ ખીચડી સિરિયલ દ્વારા હંસના પાત્રમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી.૨૨ વર્ષની ઉંમરે તેઓ તેમની માતાના મિત્રના પુત્ર સાથે પરણ્યા હતા, પણ એક વર્ષમાં તે લગ્નનો અંત આવ્યો.

૧૯૯૮૬માં સાગર સરહદીની પ્રદર્શિત ન થયેલી ફીલ્મ અગલા મૌસમ તેમણે હાલના પતિ પંકજ કપૂર સાથે કામ કર્યું. બે વર્ષની ઓળખ બાદ પંકજ કપૂર અને સુપ્રિયાએ લગ્ન કર્યા. હાલમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પુત્રી સાનાહ એ ૨૦૧૫ની શાનદાર ફીલ્મથી અભિનય આપવો શરૂ કર્યો છે. અભિનેતા ઈમાદ શાહ અને વિવાન શાહ તેમના ભાણેજ છે. તેમજ શાહિદ કપુર તેમનો સોતેલો દીકરો છે. આજે સૌ એક પરિવારની જેમ રહે છે.તેમના જીવનની એક સૌથી દુઃખ ઘટના એ છે જ્યારે સુપ્રિયા પાઠક 17 વર્ષના હતા અને તેમના પિતાનું નિધન થઈ ગયું. આ સમયગાળામાં તેમને સૌથી વધારે આઘાત લાગ્યો અને જીવનમાં શું કરવું એ તે વિચારી નોહતા શકતા.ભગવાન તેમને હિંમત આપી અને સમયજતા તેમને સફળ લોકોની ઓ તો બાયોગ્રાફી વાંચવાનું શરૂ કર્યું અને તેમને તેના જીવનથી પ્રેરણા મળી અને જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા પરતું છતાં જીવનમાં આગળ વધ્યા અને ખૂબ જ સફળતા મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!