Gujarat

અમદાવાદના મિત્તલબેન પ્રજાપતી નુ હૃદય કોલકત્તા મા ખધબકશે ! અંગદાન થકી પાંચ લોકોને નવુ જોવન મળશે…

ગત રવિવારના રોજ કાંકરીયા તળાવ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ કસ્માતમાં મિત્તલ પ્રજાપતિ નામની એક મહિલા મોતને ભેટી હતી. બાદમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અને સારવાર દરમીયાન મિત્તલ પ્રજાપતિનું મોત થયું હતું. પરંતુ પોતાની દિકરીને બીજાનામાં જીવતી જોવા માટે પરિવારે મિત્તલના અંગોને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.

મિત્તલના અંગોનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું છે. ગયા રવિવારે અકસ્માતનો ભોગ બનેલી મિત્તલ બ્રેઈન ડેડ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા મિત્તલનું હ્યદય, બે કિડલી, લિવર, ફેફસા અને સ્વાદુપિંડનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદથી મિત્તલના ફેફસા હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અમદાવાદથી ગ્રીનન કોરીડોર બનાવીને આ અંગો કલકત્તા પહોંચાડવામાં આવ્યા હતા.

કુલ 6 જેટલા લોકોમાં મિત્તલના અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવશે. મિત્તલબેનના પતિએ જણાવ્યું કે, અમારે તો જે થવાનું હતું તે થઈ ગયુ. હું હવે કોઈપણ કાળે મારી પત્નીને પાછી લાવી શકવાનો નથી. પરંતુ મેં મારી પત્નીના અંગો દાન કરવાનો નિર્ણય કર્યો છે કે જેથી બીજા લોકોનો જીવ બચી જાય અને મારી પત્ની અન્ય લોકોમાં જીવતી રહે.

માત્ર 10 જમીનીટમાં ગ્રીન કોરીડોર બનાવીને મિત્તલના હ્યદયને અમદાવાદ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર પહેલાથી જ એક ફ્લાઈટ ટેકઓફ માટે તૈયાર રાખવામાં આવી હતી. બાદમાં તાત્કાલીક ધોરણે મિત્તલના હ્યદયને હૈદરાબાદ પહોંચાડવામાં આવ્યું છે. હવેથી મિત્તલનું હ્યદય અન્ય કોઈ જરૂરીયાતમંદના હ્યદયમાં ધબકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!