Gujarat

આ કલાકારો એ દુનિયા માથી અચાનક જ લધેલી વિદાય ! અમુક ના મોત નુ કારણ રહસ્ય બની ગયું

મુત્યુ ક્યારે જીવનમાં આવે તે કોઈ કહી નથી શકતું.હાલમાં થોડા દિવસોના  અંતરે  જ બે કલાકારો ગુમાવ્યા છે.જેમાં ઘનશ્યામ નાયક અને અરવિંદ ત્રિવેદી. તેમની ખોટ સદાય રહેશે.પરતું આજે અમે આપને એવા કલાકાર વિશે જણાવીશું જેમને વિદાઈ લીધા પછી ફિલ્મ જગતમાં અને ટીવી જગતમાં ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમના ચાહકો પણ તેમના મર્યાનો શોક હજુ પણ જીવંત છે. ખરેખર તમે આ કલાકાર વિશે જાણશો ત્યારે સૌથી વધુ આઘાત લાગશે.

અમિત મિસ્ત્રી જન્મ : ગુજરાતી અને હિન્દી ફિલ્મો દ્વારા લોકપ્રિય થયેલ. ખૂબ જ નાની વયે તેનું હાર્ટ અટેકના લીધે નિધન થયું.૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ અવસાન થયું હતુ અને આ દુનિયા માંથી વિદાઈ લીધી. ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ તથા ‘ચોર બની થનગાટ કરે’માં પણ જોવા મળ્યો હતો. અમિતે છેલ્લે વૅબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’માં કામ કર્યું હતું.

. દાનિશ ઝહાં જન્મ : યુટ્યૂબર દાનિશ જહાંનું ૨૦૧૮માં મુંબઈમાં રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. દાનિશ લગ્નમાં હાજરી આપ્યા બાદ ઘરે જતો હતો ત્યારે મુંબઈના વશી આગળ કારનો અકસ્માત થયો હતો. દાનિશને તાત્કાલિક નિકટની હોસ્પિટલ ફોર્ટિસમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલે તેને મૃત જાહેર કર્યો હતો.

ઈન્દર કુમાર જન્મ : ૨૬ ઓગસ્ટ ૧૯૭૩ મૃત્યુ : ૨૮ જુલાઈ ૨૦૧૭ ઉંમર : ૪૩ વર્ષ અભિનેતા ઈન્દર કુમારનું વર્ષ ૨૦૧૭માં કાર્ડિયેક અરેસ્ટને કારણે નિધન થયું હતું. કહેવાય છે કે તે સમયે ઈન્દર કુમાર આર્થિક રીતે મુશ્કેલીમાં હતો. તેને બૉલિવૂડમાં કામ પણ મળતું નહોતું. ઈન્દર કુમારે ત્રણ લગ્ન કર્યા હતા. પહેલાં લગ્ન પાંચ મહિના ટક્યા હતા તો બીજા લગ્ન માંડ એક વર્ષ ચાલ્યા હતા.

દિવ્યા ભારતી જન્મ : ૧૯ વર્ષ ૯૦ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ દિવ્ય ભારતીનું ૧૯ વર્ષની ઉંમરમાં પાંચ એપ્રિલ ૧૯૯૩ના રોજ મોત થયું હતું. દિવ્યા ભારતી રાત્રે પોતાના તુલસી અપાર્ટમેન્ટના પાંચમા માળની બારી આગળ આઠ સાડા આઠ વાગ્યાની આસપાસ બેસીને દારૂ પીતી હતી. તેણે અડધો કલાકમાં દોઢ ગ્લાસ દારૂ પીધો હોવાનું કહેવાય છે. અભિનેત્રીની માતા મીતા ભારતીનું બે વર્ષ પહેલાં જ અવસાન થયું હતું.

કુશલ પંજાબી જન્મ : ૪૨ વર્ષ ટીવી બૉલિવૂડ અભિનેતા કુશલ પંજાબીએ ૨૬ ડિસેમ્બર ૨૦૨૦ની રાત્રે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી. ૪૨ વર્ષીય કુશલના અંતિમ સંસ્કાર ૨૮ ડિસેમ્બરે કરવામાં આવ્યા હતા. કુશલ પંજાબીના ખાસ મિત્ર ચેતન હંસરાજે કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી કુશલ મુશ્કેલીમાં હતો.

જિયા ખાન જન્મ :૩ જુન ૨૦૧૩ના રોજ જિયા ખાન જુહૂ સ્થિત પોતાના ઘરના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાના ચાર દિવસ બાદ જિયાની બહેનને સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં જિયાએ સૂરજ પંચોલી સાથેના બગડતાં સંબંધો વિશે વાત કરી હતી. ત્યારબાદ જિયાની માતા રાબિયા ખાને સૂરજ પંચોલી પર દીકરીની હત્યાનો આક્ષેપ મૂક્યો હતો.

પ્રત્યુષા બેનરજી જન્મ : એપ્રિલ ૨૦૧૬ના રોજ પ્રત્યુષા બેનરજી મુંબઈમાં આવેલા ભાડાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં પ્રત્યુષાના પરિવારે પ્રેમી રાહુલ રાજ સિંહ પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપ લગાવ્યા હતા. રાહુલને બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા. થોડાં સમય પહેલાં જ રાહુલે એક્ટ્રેસ સલોની શર્મા સાથે લગ્ન કર્યા હતા. પ્રત્યુષા બેનરજી માતા-પિતાની એકની એક દીકરી હતી.

શ્રીદેવી જન્મ :૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ઉંમર : ૫૫ વર્ષ શ્રીદેવી પોતાની નણંદ રીના મારવાહના દીકરા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દીકરી ખુશી, પતિ બોની કપૂર સાથે દુબઈ ગઈ હતી.  શ્રીદેવી એકલી દુબઈમાં રોકાઈ હતી. તે જુમેરાહ અમીરાત ટાવર્સ હોટલમાં રોકાઈ હતી. જ્યાં વધુ પડતો દારૂ પીવાને કારણે બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મૃત્યુ થયું હતું.

સુશાંત સિંહ રાજપૂત જન્મ :3૪ વર્ષ સુશાંર સિંહ રાજપૂત તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં ૧૪ જુનના રોજ સુશાંતના મોતના થોડો સમય બાદ તેના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો તથા ૧૫ કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો કેસ કર્યો હતો. સુશાંતના મોતની તપાસ CBI કરી રહી છે.

સિદ્ધાર્થ શુક્લા જન્મ :  ૪૦ વર્ષ ‘બિગ બૉસ ૧૩’ વિનર ટીવીના પૉપ્યુલર અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું બીજી સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું છે. અભિનેતાના નિધનથી સહુ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેકે અભિનેતાનો ભોગ લેતા સેલેબ્ઝ પણ તેમની લાઈફસ્ટાઈલ વિશે ચિંતિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!