ડીસા-પાલનપુર નેશનલ હાઇવે વિચીત્ર અકસ્માત થયો ! જેમા ચાર વાહનો ટકરાયા અને ભયંકર આગ લાગી
ઘણી વખત એવા વિચીત્ર અકસ્માત થતા હોય છે કે આપણે વિચાર મા પડી જતા હોય એ છીએ એ કે આ ઘટના કેવી રીતે બની હશે. ત્યારે રાજ્ય મા ફરી એક એવી ગોઝારા અકસ્માત ની ઘટના બની છે જેમા બે લોકો ના કરુણ મોત નીપજ્યા હતા. આ અકસ્માત ની ઘટના ડીસા-પાલનપુર નેશનલ હાઇવે બની હતી જેમા અક્સમાત થયા ની સાથે જ વાહનો મા આગ લાગી હતી.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ડીસા-પાલનપુર નેશનલ હાઇવે ના ભોયણ ગામ ના પાટીયા પાસે આજે સવારે ત્રણ ટ્રકો વચ્ચે અને એક રીક્ષા વચ્ચે વિચીત્ર અકસ્માત થયો હતો.જે મા હાઈ વે પર ની કટ મા એક ટ્રક વળાંક વળવા જતા એક રીક્ષા ઉભી રહી ગઈ હતી અને પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બંને ને જોરદાર ટક્કર મારી હતી અને ભયંકર અકસ્માત થયો હતો અને રીક્ષા નો કુચડો વળી ગયો હતો.
જ્યારે આ ઘટના મા એક ઈક્કો કાર પણ ટ્રક વચ્ચે જોરદાર ભટકાઈ હતી. અને એકાએક જોરદાર આગ હતી અને બધા વાહનો ભડભડ સળગી ઉઠ્યા હતા. આ ઘટના બનતા જ હાઈ વે પર અફરા તફરી નો માહોલ બની ગયો હતો. આ ઘટના નો જાણ થતા ની સાથે જ ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
ફાયર દ્વારા આગ બુજાવતા જાણવા મળ્યુ હતુ કે રીક્ષા મા એક વ્યક્તિ નુ મોત નીપજ્યું હતુ અને આ ઉપરાંત આ ઘટના મા ઈજા પામેલા એક અન્ય યુવક જે ઈકો કાર મા સવાર હતો તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ.
