Entertainment

હવે નટુકાકા ની નિધન પછી તેમની જગ્યા આ કલાકાર લઈ શકે છે!

તારક મહેતા સિરિયમાં નટુકાકાની વિદાઈ સૌ કોઈ માટે આઘાત જનક બની ગઈ. ખરેખર તેમની ખોડ સદાય રહેશે.કહેવાય છે ને કે આ અભિનય ની દુનિયા છે. જ્યાં એક કલાકાર પછી બીજો કલાકાર આવે છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ક્યાં કલાકાર હવે નટુકાકાની જગ્યા લેશે?

આજકાલ નટુકાકાના નામને લઇને ચર્ચાએ છે. ગુજરાતી કલાકાર ધનશ્યામ નાયકે તારક મહેતા સીરિયલમાં નટુકાકાનો રૉલ કરીને બધાના હ્રદય જીતી લીધી, પરંતુ હવે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક ને બદલે કોણ આવશે? આવા ઘણા સવાલ દરેક વ્યક્તિને થઈ શકે છે. આપણે જાણીએ છે કે એવા ઘણા કલાકાર છે કે જેમના ગયા પછી અનેક અભિનેતા અને અભિનેત્રીઓ આવ્યા છે.

એ છે કે આ લોકપ્રિય શૉમાં નટુકાકાની ભૂમિકા હવે કોણ ભજવશે, ઘડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાગાની સાથે કોણ કામ કરશે. આ બધા સવાલોનો જવાબ મળવો મુશ્કેલ છે. પરંતુ આ કેરેક્ટરને લઇને કેટલીક વાતો સામે આવી છે. 77 વર્ષીય નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની જગ્યાએ ગડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાવરી, બાઘાનો સાથ આપી શકે છે.

એટલે જેમ નટુકાકા બાઘાની સાથે હતા, તે રીતે હવે શૉમાં બાવરી નિયમિત રીતે કેરેક્ટર નિભાવી શકે છે. શૉના પ્રૉડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતુ કે, શૉમાં નટુકાકાનુ પાત્ર ઘનશ્યામ નાયકે અમર બનાવી દીધુ છે, અને દર્શકોને નટુકાક તરીકે બીજા એક્ટરને સ્વીકારવો કઠીન બનશે. નટુકાકાની જગ્યાએ શૉમાં અન્ય કેરેક્ટરને લાવવામાં નહીં આવે. નટુકાકાનુ કામ બાવરી કરશે, બાવરી શિક્ષિત પણ છે.

તે એકાઉન્ટન્ટનુ કામ કરી શકશે. આ ઉપરાંત બાઘા અને બાવરીની જોડી કેટલીય મજેદાર પરિસ્થિતિઓ પેદા કરશે અને જેઠાલાલને પરેશાન પણ કરશે. જેથી શૉની લોકપ્રિયતા વધશે. નટુકાકાનુ કેરેક્ટર રિપ્લેસ થવાના તક ઓછી છે, કારણ કે તેના જેવું પાત્ર કોણ ભજવી શકે અને દર્શકો પણ સ્વીકારવા તૈયાર નહિ થાય જેમ દયાભાભીની જગ્યા કોઈ નથી લઈ શક્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!