Entertainment

સમગ્ર દુનિયા મા ગુજરાતી ઓ નો ડંકો વગાડનાર “ગુજ્જુ ભાઈ ” નુ સાચુ નામ પણ નહી જાણતા હોય તમે ! જાણો તેમના વિશે…

ગુજરાતી રંગભૂમિએ અનેક કલાકારો આપ્યા છે, જેમાં રંગમંચનાં કલાકારોની તો વાત જ શું કરવી?  આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેના હૈયામાં નાટકનું મંચ હજુ પણ એવું ને એવું જ જીવંત છે. ત્યારે ખરેખર આ આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય કે, આપણી ભૂમિમાં આવા પણ વ્યક્તિ છે જે પોતાના નામથી નહીં પરંતુ ગુજ્જુ ભાઈ તરીકે ઓળખાય છે. આજે આપણે જાણીશું ગુજરાતી નાટકના અભિનેતા ગુજ્જુ ભાઈ વિશે અને આજે તેમના જીવનને ખૂબ જ અંગત રીતે જાણીશું.

ગુજરાતી નાટકોમાં પોતાની આગવી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ એટલે ગુજ્જુ ભાઈ જેનું સાચું નામ છે.સિદ્ધાર્થ રાંદેરીયા. હાલમાં ભલે ગુજરાતી ફિલ્મોમાં તેઓ સક્રિય હોય પરંતુ નાટ્યજગત સાથે એમનો નાતો એવો જ છે. તેમની પહેલી ફિલ્મ હતી ગુજ્જુ ભાઈ ધ ગ્રેટ અને આ ફિલ્મથી એમને નાટકો ની સાથો સાથ ફિલ્મોના પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી.

વિશ્વમાં સિદ્ધાર્થ રાંદેરીયાને વિશ્વ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ ની વાત છે.સિદ્ધાર્થ રાંદેરીયા એક ગુજરાતી ફિલ્મ અને નાટય અભિનેતા છે. તેમનો જન્મ ૧૭ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક અને નાટ્ય કલાકાર મધુકર રાંદેરિયાને ત્યાં થયો હતો.ગર્વની વાત કહેવાય કે, તેમનો પુત્ર ઇશાન રાંદેરિયા પણ નાટક અને સિનેમા સાથે જોડાયેલ છે

તેઓ ગુજરાતી ભાષાના રમૂજી નાટકો માટે જાણીતા છે, જેના માટે તેમણે સંખ્યાબંધ પુરસ્કારો લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે મેળવ્યા છે. તેમને નાટકો સાથે ખૂબ જ લગાવ છે.વર્ષ ૧૯૭૦થી નાટ્યજગત સાથે જોડાયેલા છે.તેમને  ગુજ્જુભાઇ શ્રેણી નાટક ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું સાથે ૨૦૦૨માં શરૂ થઇ હતી. લગે રહો ગુજ્જુભાઇ નાટકે ત્રણ વર્ષમાં સમગ્ર વિશ્વમાં ૭૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા.

બીજા ગુજ્જુભાઇ નાટકો, ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું, લો ગુજ્જુભાઇ ઘોડે ચડ્યા, ગુજ્જુભાઇની ગોલમાલ એ ૩૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા.હાલમાં તેમના બ્લફરમાસ્ટર ગુજ્જુભાઈ નાટકો ધૂમ મચાવી રહ્યા છે.મુખ્યત્વે તેમને તેજલ વ્યાસ સાથે અનેક નાટકો કર્યા છે. ખાસ કરીને ચાલ જીવી લઈએ ફિલ્મ તેમની ગોલ્ડન જ્યૂબલી ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!