કરુણ ઘટના વાંદરાને કારણે પાંચ દીકરાઓ પોતાના પિતા ગુમાવ્યા!
કરુણ ઘટના :વાંદરાને કારણે પાંચ દીકરાઓ પોતાના પિતા ગુમાવ્યા આ જગતમાં દરેક જીવો એ અમૂલ્ય છે.જીવનમાં ક્યારે કોઈ ને ફોગટ ન સમજવો. માત્ર વાંદરાઓને કારણે પાંચ દીકરાઓનાં પિતાનો જીવ ગયો ત્યારે ખરેખર આ વાત ખૂબ જ ચોંકાવનારી છે. હવે તમે વિચારો કે કોઈ જીવ પણ મુત્યુ નું કારણ બની શકે છે?અમે આપને જણાવીશું કે કંઈ રીતે વાંદરા કોઈ વ્યક્તિનાં મુત્યુનું કારણ બની શકે છે? ખરેખે આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે, કોઈ જાનવર એ વ્યક્તિનાં મુત્યુ નું કારણ બને.
વાત જાણે એમ છે કે, ઘરના ધાબા પર મૂકવામાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણું ઉડી ના જાય તે માટે તેના પર ઈંટ મૂકવામાં આવી હતી. વાંદરાએ તે ઈંટને ફેંકી દીધી અને તે જ સમયે નીચેથી પસાર થઈ રહેલા એક યુવકના માથા પર પડી અને તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસે મકાન માલિક ઓમપ્રકાશ વિરુદ્ધ લાપરવાહીથી મૃત્યુનો કેસ દાખલ કર્યો છે. મૃતક મોહમ્મદ કુરબાનની ઉંમર 33 વર્ષ હતી. આ ઘટના પછી તેના ઘરે કોહરામ મચી ગયો છે.
.
મૃતક મોહમ્મદ કુરબાન પરિવાર સહિત નબી કરીમની મારવાડી વસ્તીમાં રહેતા હતા. પરિવારમાં પત્ની શમીદા ખાતૂન અને પાંચ બાળકો છે અને તેમની તમામની ઉંમર દસ વર્ષથી ઓછી છે. કુરબાન બાળકોના સ્કૂલ બેગ બનાવવાનું કામ કરતા હતા. સોમવારે સાંજે લગભગ 6.10 વાગ્યે તે કિલા કદમ શરીફ ગલી પાસેથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન તેમના માથા પર એક ઈંટ પડી. તે બેભાન થઈને ઢળી પડ્યા. તેમને આસએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હોસ્પિટલ તરફથી જ પોલીસને દુર્ઘટનાની જાણ કરવામાં આવેલ અને મકાન માલિક ઓમ પ્રકાશે કહ્યું કે, ટાંકીનું ઢાંકણું બંધ રહે તે માટે તેમણે બે ઈંટ મૂકી હતી.
વાંદરાએ પાણી પીવા માટે ઢાંકણુ ઉઠાવ્યુ તો એક ઈંટ ગલી તરફ પડી ગઈ. દુર્ભાગ્યવશ કુરબાન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમના માથા પર ઈંટ વાગી ગઈ. પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા પછી મૃતદેહને પરિવારને સોંપી દીધો છે.
