એક ગામ એવું જ્યાં બુલેટ ગાડી ઓમ બન્ના બાબા તરીકે પૂજાય છે, દારૂનો પ્રસાદ ભોગરૂપે આપે…
આપણે ત્યાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ પર અપાર શ્રદ્ધા છે. આ વાતને કોઈ ખોટી ન ગણાવી શકે. ખરેખર આજે અમે આપને એક એવી અતુટ શ્રદ્ધા વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને આશ્ચય થશે કે, શું આવું પણ હોય શકે? આપણે આ જગતમાં અનેક દેવી દેવતાઓ અને વૃક્ષો ને તેમજ પશુ પ્રાણી અને પક્ષીઓને પુજીએ છે તેમજ આપણે શહીદોને પણ પુજીએ છે પરતું આજે આપણે જાણીશું એક એવી વસ્તુ વિશે જેને લોકો અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ થી પૂજે છે.
ખરેખર આ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે, ભારતમાં
એક એવું ગામ આવેલું છે,જ્યાં એક વ્યક્તિનાં લીધે એક બુલેટ બાબા તરીકે પૂજાય છે. અમે આપને આ ગામ વિશે માહિતગાર કરીશું કે આ ઘટના પાછળ નું કારણ શું છે?જોધપુરનામાં સ્થિત માં પાલીમાં એક મંદિર આવેલું છે, જ્યાં અહીં દરરોજ હજારો ભક્તો ભેગા થાય છે અને સલામત યાત્રા માટે પ્રાર્થના કરે છે.આટલું જ નહીં, 350 સીસીની રોયલ એનફિલ્ડ બાઇક પર દારૂનો પ્રસાદ ધરાવમાં આવે છે.
હવે તમને વિચાર આવશે કે, આવું કેમ બન્યું હશે? તો આજે અમે આપને જણાવીશું કે, આ ગાડી ચમત્કારી ત્યારે સાબિત થઈ જ્યારે વર્ષ 1991 મા “ઓમસિંહ રાઠોડ ઉર્ફે ઓમ બન્ના” નામના વ્યક્તિની બુલેટ ચલાવતા તે મૃત્યુ પામ્યો હતો, તે ગામના મુખ્ય અધિકારીનો પુત્ર હતો.મુત્યુ પછી બાઇક પોલીસે ઝડપી લીધો હતો અને પોલીસ ચોકી પર લઈ ગયો હતો. આશ્ચર્યજનક હતું કે બીજા દિવસે બાઇક ફરીથી સ્થળ પર મળી આવ્યું .
ત્યારે સૌ કોઈ ચોંકી ગયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, બીજા દિવસે સાંકળ બાંધી રાખેલ છતાં પણ ગાડી પાછી તે જગ્યાએ ચાલી ગઈ અને છ મહિના સુધી આવો બનાવ બન્યો.આજના સમયમાં બાઇકમાં મંદિરમાં પ્રતિમા તરીકે સ્થાપિત કરવામાં આવી હતી અને ઓમ બન્નાને બુલેટ બાબા તરીકે ઓળખવામાં આવ્યાં હતાં. જ્યારે લોકો પાલી-જોધપુર હાઇવે પરથી પસાર થાય છે, ત્યારે તેઓ અહીંના મંદિરમાં દારૂ ચઢાવે છે. અને આદર સાથે, કોઈ પણ આ જગ્યાની ફરતે હોર્ન વગાડતું નથી. દરેક વ્યક્તિ આ મોટર સાયકલને પૂજે છે,ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ આસ્થાવાન છે.
