અભિનેતા થી ધારાસભ્ય બનવાની સફર! પિતા અને બાપુજી પછી ધારાસભ્ય તરીકે સેવામાં જીવન સમર્પિત કર્યું…
ગુજરાતી સિનેમા એક માત્ર એવો પરિવાર છે જેમને અભિનયની સાથો સાથ લોકસેવામાં પણ પોતાનું જીવન સમર્પિત કર્યું. આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાનાં અભિનેતા હિતુ કનોડિયા વિશે જેઓ આજે ઇડર વિધાન સભાના ધારાસભ્ય છે. આજે તેઓ રાજકીય ક્ષેત્રની સાથો સાથ ગુજરાતી સિનેમા સાથે પણ સંકળાયેલ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે કનોડિયા પરિવારનું ગુજરાતી ફિલ્મોમાં અનેરું યોગદાન છે જેનું ઋણ ન ચૂકવી શકાય.
હીતું કનોડિયા પિતા નરેશ કનોડિયા તરફથી જ વારસમાં અભિનયની ભેટ મળી હતી.12 ધો થી તેણે ફિલ્મની દુનિયામાં આગમન કર્યું અને તેમને અનેક અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી જેમાં તેમની લોકપ્રિય જોડી હતી મોના થિબા સાથેની જે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. આપણે જાણીએ છે કે, હાલમાં મોના થિબા અભિનયની દુનિયામાં થી વિદાઈ લઈ લીધી છે અને એક માતા તરીકે અને વહું ની ભૂમિકા નિભાવે છે.
હિતુ કનોડિયા 200 થી વધુ ફિલ્મ કામ કરેલું છે. ફિલ્મી સફર દરમિયાન જ તેમને અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યા હતા અને આજે તેમને ત્યાં એક દીકરો છે જેનું નામ રાજવીર છે. આજે હિતુ કનોડિયા એક એવા અભિનેતા છે જેમને પોતાના અભિનયની સફર કારકિર્દી બાદ પણ પોતાના પિતા અને બાપુજી અને મા ની સેવામાં જીવન સમર્પિત કર્યું.આજે તેઓ પોતાનું જીવન દેશ ની સેવા માટે આપ્યું છે. એક શ્રેષ્ઠ અભિનેતાની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રખર રાજ નેતા અને ઇડર ગામના ધારાસભ્ય છે અને લોકો તેમના કાર્ય થી પ્રભાવિત છે.
આ રાજકીય સફર કંઈ રીતે શરૂ થઈ તેના વિશે જાણીએ.
કનોડિયા પરિવાર રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે કારણ કે મહેશ કનોડિયા પાટણ વિસ્તારના લોકસભાના સાંસદ સભ્ય રહેલા તેમજ નરેશ કનોડિયા ગુજરાત ના ગકરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. અને તેમને પોતાનું જીવન મુખ્યત્વે લોક સેવામાં સમર્પિત કર્યું છે. આ સિવાય હિતુ કનોડિયા પોતાની રાજકીય સફર વર્ષ 2012માં કરેલ હતી અને તેઓ કડી મત વિસ્તાર થી ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્યાં તેમની હાર થઈ હતી.
હાર થઈ છતાંય લોક સેવા કરવાનો નિર્યણ અડગ હતો અને તેમને ભાજપ પાર્ટી દ્વારા વર્ષ 2017માં ઇડર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી અને વિધાન સભાના સભ્ય તરીકે ચૂંટાય આવ્યા અને આજે તેઓ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ગુજરાતી સિનેમા એક માત્ર એવા અભિનેતા છે જે સૌથી યુવા વયે રાજનીતિમાં ધારા સભ્ય તરીકે લોક સેવામાં સમર્પિત છે.
ખરેખર તેમનું જીવન ખૂબ જ સેવામાં વિતાવી રહ્યા છે અને તેમના પિતા અને બાપુજીના ચીંધેલા માર્ગે ચાલીને સેવા કાર્ય કરી રહ્યા છે.
