રાજકોટ મા મહીલા નો આપઘાત
ખરેખર જ્યારે પણ તમેં સોશિયલ મીડિયા કે ટીવી ચાલુ કરો ત્યારે માત્ર ને માત્ર આપઘાત નાં જ બનાવ બનતો રહે છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે જેના વિશે સાંભળતા તમારું હદય કંપી ઉઠસે છે.ખરેખર આ ઘટના દરેક વ્યક્તિનાં આંખમાંથી આંસુઓ આવી જશે.વાત જાણે એમ છે કે, હાલમાં જ રાજકોટ શહેરના નાકરાડી વિસ્તારમાં આજે એક સ્ત્રી પોતાના માસૂમ બાળકો સાથે આપઘાત કર્યો.
વિચાર કરો કે આપણે થોડાક દાઝી જઈએ તો પણ સહન નથી થતું જ્યારે આ મહિલા પોતાના બને બાળકો સાથે અગ્નિ સ્નાન કરી લીધું. આ ઘટના ને લીધે સમગ્ર ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે.પોલીસ અને DCP સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં પ્રાથમિક તબક્કે ગૃહકંકાશમાં મહિલાએ આવું પગલું ભર્યું! મૃતક મહિલાનાં પતિ-સાસુની પોલીસે પૂછપરછ કરી છે.
પરિવારજનો તેમના પતિ, દિયર અને સાસુમાં સહિત જે લોકો લોકો કામ પર ગયા હતા અને દયાબેન એ આવું પગલું ભર્યું હતું અને મૃતકના પતિ વિજયભાઈએ જણાવ્યું મા અને પત્ની વચ્ચે સમય પહેલાં બોલાચાલી થઈ હતી.જ્યારે પિયર પક્ષે કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી પણ સાસુ સાથે ઝઘડો થયો હોવાના કારણે કદાચ આવું પગલું ભર્યું.
ઘર કંકાશ નાં લીધે મહિલાએ પોતાના બે પુત્રની સાથે અગ્નિસ્નાન કર્યું તેમની ઓળખ મોહિત (7) અને ધવલ (4) તરીકે કરાઈ છે. સવારના પહોરમાં મહિલા અને તેનાં બે બાળકની ચીસોથી આસપાસના વિસ્તારોમાં પણ ભયાવહતા વ્યાપી ગઈ હતી.પતિ કહ્યું કે અમે કલ્પના નોહતી કરી કે આવી રીતે તેમનાં બે નાનાં બાળક સાથે અગનપછેડી ઓઢીને મોતને વહાલું કરી દેશે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિણીતા તેના બંને બાળકોને સળગાવી પોતે પણ જાત જલાવી આપઘાત કરી લીધો હતો.આ અંગે સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું કે સવારે 8 વાગ્યાની આસપાસ મકાનમાંથી બુમાબુમનો અવાજ આવ્યો અને ધુમાડાના ગોટા દેખાતા હતા ત્યાં માણસો ભેગા થવા લાગ્યા અને થોડી વારમાં જ એક બાળક તેના ઘરના આંગણામાં સળગતી હાલતમાં તરફળિયા મારતી હાલતમાં બહાર આવતા જ ત્યાંથી નીકળતા એક ઇકો ગાડીના ચાલકે 108ને જાણ કરતા ઇએમટી કોમલબેન ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેયને જોઈ તપાસી મૃતજાહેર કર્યા બાદ કુવાડવા પોલીસને જાણ કરી હતી. આ ઘટના ખૂબ જ ભયાનક હતી.મૃતક નાં આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના
