નિષ્ફળતાનો સામનો કરીને યુવતીએ સપનું પૂરું કરવા માટે ખેતમજૂરી, સિલાઇકામ કરીને પોલીસમાં ભરતી મેળવી!
હાલમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓ પોતાનું નામ રોશન કરી રહી છે, ત્યારે આજે આપણે એક એવી દિકરી વિશે વાત કરીશું જેને પોતાના જીવનમાં અનેક સંઘર્ષ કર્યા અને આખરે આજે સફળતા મેળવી છે. ખરેખર આ ઘટના આજે સમાજના દરેક લોકો માટે પ્રેરણાદાયક છે. કોણ કહે છે કે સપનાઓ પુરા નથી થતા? આમ પણ સપનાઓ અમિરની આંખોમાં ન હોય પરંતુ મધ્યમ વર્ગના લોકોમાં જ સપનાઓ હોય છે, ત્યારે આ દીકરી એ જે સપનું જોયું તે આખરે સાબિત કરી બતાવ્યું.
હાલમાં આ ઘટના સૌ માટે પ્રેરણા દાયક છે.ગરીબ પરિવારની યુવતીએ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે પોલીસમાં ભરતી થવાનું નક્કી કર્યું અને આર્થિક, સામાજિક અને શારીરિક મર્યાદાઓ તથા બબ્બે વખત નિષ્ફળતા થઈ છતાં પણ આજે સફળતા મેળવી. વંદના પરમાર અત્યારે સુરેન્દ્રનગર પોલીસના બી-ડિવિઝનમાં ફરજ નિભાવી રહી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, તેમના પિતા પિતા ખાનજીભાઈ પેઇન્ટર તરીકે કામ કરે છે. આર્થિક સંકડામણના કારણે તેમના પત્ની ગૌરીબેને દીકરીના ભણતર માટે કારખાનામાં કામ કર્યું હતું. બાળપણથી ભણતરમાં તેજસ્વી વંદનાએ બીએસસી,બીએડ્ કર્યા બાદ મહિલાઓ સાથે અત્યાચારના વધતા કેસો જોઇને પોલીસમાં ભરતી થવાનો નિર્ધાર કર્યો હતો. ખર્ચ કાઢવા માટે તેણે ખેતરમાં મજૂરી કરી તો સિલાઇકામ અને પાર્લરમાં પણ કામ કર્યું હતું.
જીવનમાં નિષ્ફળતા મળ્યા છતાં પણ વર્ષ 2018-19માં વંદનાને સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 8 માસ ટ્રેનિંગ લીધા બાદ ગત મે મહિનામાં તેને પોસ્ટિંગ મળ્યું હતું. વંદના સફળતાનો શ્રેય માતા-પિતાના સંઘર્ષને જ આપે છે.વંદનાનું કહેવું છે કે આર્થિક, સામાજિક પછાતપણાથી બહાર આવવાનો ઉપાય શિક્ષણ છે. એટલે જ હુંં મારા ભાઈ તથા અન્ય યુવાનોને શિક્ષણના શરણે જવાની સલાહ આપું છું. ખરેખર આ યુવતી અનેક લોકો માટે પ્રેરણાદાયક છે.
