પેટ્રોલ પંપમાં કામ કરનાર પિતાની દીકરી એ IITમાં પ્રવેશ મેળવ્યો…
જીવનમાં અશક્ય કાંઈ જ નથી! ખરેખર આ દેશમાં દિકરો કરતા દીકરીઓ સૌથી વધારે મોખરે છે અને પરિવારનું નામ રોશન કરી રહી છે. ત્યારે ખરેખર આ ગૌરવની ક્ષણ છે. અમે આજે આપને એક એવી વાત જણાવીશું કે તમને જાણીને નવાઈ લાગશે.ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યે સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કરી છે.
ઇન્ડિયન ઓઈલના ગ્રાહકોને અટેન્ડ કરનાર કર્મચારી મિ. રાજાગોપાલનની દીકરી આર્યા એ IIT કાનપુરમાં એડમિશન મેળવ્યું છે જે ગૌરવપૂર્ણ છે. પિતા અને દીકરીની આ જોડી એસ્પિરેશનલ ન્યૂ ઈન્ડિયા માટે પ્રેરણા અને રૉલ મૉડલ છે.ખરેખર આ એક ખૂબ જ સારી વાત છે. આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ ફોટોઝમાં બંને કેરળના તે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ સ્ટેશન પર ઊભા છે કે જ્યાં આર્યાના પિતા રાજાગોપાલન એક કસ્ટમર અટેન્ડેન્ટ તરીકે કાર્યરત છે.
આ પ્રેરણાદાયક કહાણી વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર પિતાની મહેનત અને દીકરીની સફળતાની ભારે પ્રશંસા જોવા મળી રહી છે.રિપોર્ટ્સ અનુસાર, આર્યાના પિતા છેલ્લા 20 વર્ષથી પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે કે જેથી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ થાય.આર્યાએ સ્નાતકનો અભ્યાસ NITમાંથી પૂર્ણ કર્યો છે કે જે એક પ્રેરક ઉપલબ્ધિ છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ આર્યા રાજાગોપાલનની સફળતા અંગે ટ્વિટ કરી છે.
આર્યા રાજાગોપાલન નામની આ છોકરીને આઈઆઈટી કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મળી ગયું છે. પિતાના ત્યાગ અને મહેનતના કારણે આજે દીકરી આર્યા રાજાગોપાલને ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે તે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT કાનપુરમાંથી પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવશે.
