Gujarat

ચા વેચનાર પિતાનો દીકરો પીડાઈ રહ્યો છે બીમારી થી, 5 કરોડ માટે પતિ પત્ની બંને લોકો પાસે કરી મદદની પુકાર..

હાલમાં અનેક બાળકો એસ.એમ.એ ટાઈપ 2 ની બીમારીના ભોગ બની રહ્યા છે, ત્યારે હાલમાં ફરી એકવાર એક બાળક આ બીમારી નો ભોગ બન્યો છે. આ વાત છે આંણદ માં સાડા ત્રણ વર્ષનો બાળક જીવલેણ બીમારીનો ભોગ બન્યો છે. વિશ્વમાં અતિ દુર્લભ કહી શકાય તેવી SMA ટાઈપ 2 જેવી ગંભીર બીમારીનો ભોગ બનેલા આ બાળકનો પરિવાર ગંભીર બીમારી થી પીડાઈ રહ્યો છે.

ખરેખર આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. વાત જાણે એમ છે કે, વ્યવસાય બાળકના પિતા ચા ની ટપરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિકરાના આયુષ્ય માટે ક્રાઉડ ફન્ડિંગનો સહારો લઈ રહ્યા છે. દિકરાના આયુષ્ય વધારવા સારવાર માટે માતા-પિતાએ જનસમુહ સમક્ષ ખોળો પાથર્યો છે.

આણંદમાં ચા ની ટપરી ચલાવતા જીગ્નેશસિંહ ડોડીયાના લગ્ન આણંદમાં રહેતા સ્નેહાબા ચંદ્રસિંહ સાથે થયા હતા.લગ્ન ના બે વર્ષે દંપત્તિને એક પુત્ર નો જન્મ થયો હતો. દિકરો નક્ષસિંહ ડોડીયા ત્રણ વર્ષ ત્રણ મહિનાનો થયો પરંતુ દિન-પ્રતિદિન સુકાતો ગયો હાથ પગ પાતળા થતા જતા હતા.  ડોકટર્સનો સંપર્ક કરવામાં આવ્યો જ્યાં ડોક્ટર ની સલાહ અનુસાર બાળકના લોહીનો જિનેટિક રિપોર્ટ બેંગ્લોર ખાતે કરવામાં આવ્યો જેમાં તેને આ બીમારી અંગેની હકીકત બહાર આવી કે બાળક નક્ષસિંહ જીવલેણ ગંભીર બીમારી SMA ટાઈપ 2 નો ભોગ બન્યા છે.

લક્ષણો સામાન્ય રીતે 6 થી 18 મહિનાની ઉંમરે શરૂ થાય છે. રોગના લક્ષણોની તીવ્રતાના આધારે SMA ટાઈપ – 2 ધરાવતા બાળકોનું સામાન્ય આયુષ્ય પહોંચતુ હોય છે. આણંદના નક્ષસિંહની પરિસ્થિતિઆ ત્રણ વર્ષ અને ત્રણ મહિના બાદ આ રોગની જાણ થઈ છે. હાલ નક્ષસિંહને હરવા ફરવા, ઉઠવા બેસવામાં ભારે તકલીફ પડી રહી છે. નક્ષસિંહની આ ગંભીર રોગની દવા ખૂબ જ મોંધી અને ખર્ચાળ છે.

દવાનો ખર્ચ અધધ રૂપિયા પાંચ કરોડથી વધુનો થઈ શકે છે. હાલ નક્ષસિંહની સારવાર અમદાવાદના તબીબ ડોક્ટર નીતિશ વોરા આ RNCL ઇન્સ્ટિટયૂટ અમદાવાદ ડ્રાઈવિંગ રોડ ઉપર ચાલી રહી છે. પરિવારનું ગુજરાન ચલાવવું અને દિકરાની સારવારને લઈ પરિવાર આર્થિક ભીંસમાં છે. પરિસ્થિતિની વિકટતા ને લઈ બોમ્બે ની NGO અને અન્ય સેવાભાવી સંસ્થાઓની મદદ લઇ ક્રાઉડ ફન્ડિંગ માટે પહેલ કરી છે.

બાળક નક્ષસિંહના માતા એ જણાવ્યા મુજબ દિકરાના ગંભીર રોગ અંગે તેઓને ખૂબ જ મોડી જાણ થઈ છે. જેથી દિકરાનું જીવન બચાવવા સારવાર શરૂ કરવા ખૂબ જ ટૂંકો સમય બચ્યો છે. સારવારનો ખર્ચ 5 કરોડ રૂપિયા થાય છે જે ખૂબ મોંઘી છે. ત્યારે આપણે સૌ કોઈ આ બાળકને બચાવવા માટે પ્રયત્ન કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને ભગવાન એને સ્વસ્થ જીવન આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!