એક કુતરાં ને લીધે લકઝરિયર્સ કાર નો ભૂકો બોલ્યો અને વેપારી નો જીવ પણ ગયો જાણો…
ખરેખર હાલમાં જ એક એવી ગંભીર ઘટના બની કે, એક કુતરાના લીધે એક વ્યક્તિ પોતાનો જીવ તો ગુમાવ્યો સાથો સાથ લઝરીયસ કાર પણ ચકનાચૂર થઈ ગઇ.આપણે સૌ કોઈ જાણીએ છે કે, કુતરાઓ વફાદાર હોય છે પરંતુ ક્યારેક કૂતરા પણ કોઈનો જીવ લઇ શકે સપનામાં વિચાર્યું નાં હોય. ત્યારે હાલમાં જ આ ઘટના લીધે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. આ દુઃખ દ ઘટના થી સૌ કોઈ હેરાન થઈ ગયા કે શું કોઈ કૂતરો પણ કોઈના મોતનું કારણ બની શકે છે,?
અમે આપને આ તમામ ઘટના વિશે વિસ્તૃત માહિતી આપીએ. વાત જાણે એમ છે કે, ડીસા-થરાદ હાઇવે પરના ગોઢા ગામ નજીક ગુરૂવારે સાંજે રસ્તા વચ્ચે અચાનક કુતરુ આવતાં કાબુ ગુમાવતાં કાર રોડની સાઇડમાં પલટી જતાં કારમાં બેસેલા થરાદના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા વેપારીનું મોત નિપજ્યું હતું.
આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સમર્ગ ઘટના મુજબ રાજેશકુમાર કેશવલાલ સંઘવી ગુરૂવારે વહેલી સવારે કાર લઇ થરાદમાં કામ અર્થે આવ્યા હતા. જેઓ સાંજે થરાદથી અમદાવાદ પરત જતાં ડીસા-થરાદ હાઇવે પરના ગોઢા નજીક અચાનક કુતરું આવતાં ચાલકે સ્ટેયરિગ પરનો કાબુ ગુમાવતાં કાર રોડની સાઇડમાં પલટી ગઇ હતી. જારમાં બેસેલા રાજેશકુમાર સંઘવીને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું.ભગવાન મૃતકની આત્માને શાંતિ આપે જ પ્રાર્થના.
