લોકો ના પ્રશ્નોને વાંચા આપતા જનતા રાજ ના પ્રમુખ મયુર જોષી નુ અચાનક મૃત્યુ થયુ…
સોસિયલ મીડીયા મા અનેક એવા લોકો છે જે જનતા ને પડતી મુશ્કેલી ઓ માટે અવાજ ઉડાવતા હોય છે ત્યારે આજે એવા જ એક યુવા ચેહરા નુ અકાળે અવસાન થયું છે જેનુ નામ મયુર જોષી છે. જનતા રાજ ના પ્રમુખ મયુર જોષી નુ હાર્ટ એટેક થી અચાનક મૃત્યુ થયુ છે. મયુર જોશીના અચાનક મૃત્યુ થી તેના ચાહકો મા દુખ ની લાગણી વ્યાપી ગઈ હતી.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર જનતા રાજ સંગઠન ના ગુજરાત ના પ્રમુખ મયુર જોષી ને હાર્ટ એટેક થી મૃત્યુ થયુ છે. મયુર જોષી સોસિયલ મીડીયા નો લોક પ્રિય ચેહરો હતા અને ફેસબુક પેજ MJTV Live મા તેવો અવાર નવાર વિડીઓ લાઈવ કરી ને જનતા ને પડતી મુશ્કેલી ને વાચા આપતા હતા અને તેમના વીડીઓ લાખો લોકો સુધી પહોચતા હતા.
મયુર જોષી ના મૃત્યુ અંગે સોસિયલ મીડીયા પર ચર્ચાઈ રહ્યુ છે કે આજે સવારે મયુર જોષી ની તબીયત અચાનક લથડતા તેવોને વડોદરા ની ગ્લોબલ હોસ્પીટલ મા સારવાર માટે ખસેડવા મા આવ્યા હતા અને ચાલુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે મયુર જોષીએ ગઈ કાલે છે સાંજે ફેસબુક પેજ Mjtv live પર એક લાઈવ વિડીઓ પોસ્ટ કર્યો હતો અને આજે અચાનક મૃત્યુ ના સમાચાર મળતા મયુર જોષી ના ચાહક વર્ગ મા ઘેરા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ અને અનેક લોકો એ તેમને સોસિયલ મીડીયા પર શ્રધાંજલી પાઠવી હતી.
