દાહોદ : રેલવે કર્મીએ આપઘાત કરી જીવન ટુકાવ્યું ! આપઘાત કરવાનું કારણ..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે, સૌ કોઈ આત્મહત્યા જ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના ઘટી છે જેનાં લીધે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.વાત ખૂબ પીડાદાયક અને પ્રેરણા દાયક છે. આ બનાવ છે.દાહોદ ના શહેરના છાપરી વિસ્તારનો જ્યાં રેલ્વે કર્મચારી એ આજે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ આત્મહત્યાની પાછળ નું કારણ તેની પત્ની છે એવું મૃતકની માતાએ મૃતકની પત્ની ઉપર આક્ષેપ મૂક્યા હતા કે તેના ત્રાસથી જ તેમના પુત્રએ આત્મહત્યા કરી છે. હવે હાલમાં તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે, ત્યારે હવે તો આગામી સમયમાં ખબર પડશે કે આખરે કયા કારણોસર આત્મ હત્યા કરી છે.
રેલ્વે કારખાનામાં ફરજ બજાવતા 35 વર્ષીય દિપક ખાસાએ આશરે ત્રણ વર્ષ પહેલા વૈશાલી પંચાલ સાથે લવ મેરેજ કરી લગ્ન બાદ દિપક પત્ની વૈશાલી સાથે અલગ રહેવા જતો રહ્યો હતો અને એક વર્ષ પહેલા તેમના ઘરે પુત્ર નો જન્મ થયો હતો પરંતુ બંને પતિ પત્ની વચ્ચે અનેકવાર તકરાર થતાં પત્ની છેલ્લા 3-4 મહિના થી પુત્ર ને લઈ ને પિતાના ઘરે રહેવા જતી રહી હતી.
જ્યારે સવારે પણ ફોન રિસીવ ન કરતાં દિપક ના માતા અને ભાઈ એ ઘરે જઈને જોતાં દીપકે ઘર માં જ દોરી વડે ગળે ફાંસો ખાઈ લટકેલી હાલત માં જોતાં સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા અને માતા એ રોકકળ કરી મૂકી હતી અને તેની પત્ની વૈશાલી ઉપર આક્ષેપ કર્યા હતા કે, તે દિપકને અવારનવાર ધમકી આપતી હતી. પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી અને અવારનવાર થતાં ઝગડાના ત્રાસથી જ દીપકે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ પીડાદાયક છે. ભગવાન મૃતકની આત્મા ને શાંતિ આપે જ પ્રાર્થના.
