જાણો નટુકાકાને એક એપિસોડ ના કેટલા રુપીયા મળતા હતા અને તેમની નેટ વર્થ આટલા કરોડ
આપણે સૌ જાણીએ છીએ કે લાખો દિલો પર રાજ કરનાર નટુકાકા આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમના મૃત્યુ બાદ અનેક સવાલો આપણા મન મા આવતા હોય છે જેમ કે નટુકાકા નુ પાત્ર તારક મહેતા સીરીયલ મા હવે કોણ ભજવશે?? નટુકાકા ની સંપતિ નુ શુ થાશે ?? વગેરે અનેક સવાલો આપણા મન મા આવતા હોય છે તો ચાલો જાણીએ કે નટુકાકા ની આવક કેટલી હતી અને સંપતિ કેટલી છે.
આ અંગે ફિલ્મી સાપયા નામ ની વેબસાઈટ ના જણાવ્યા અનુસાર નટુકાકા ના એક એપિસોડ ના 35 હજાર રુપીયા મળતા હતા અને તેમની માસીક આવક 6 થી 7 લાખ સુધી ની રહેતી હતી. આ આંકડા વર્ષ 2021 ના છે અને જો નટુકાકા ની નેટ વર્થ ની વાત કરવામા આવે તો વર્ષ 2017 મા 1.8 કરોડ રુપીયા હતી જે વધી ને 2018 મા 2 કરોડ રૂપિયા થઈ ગઈ હતી અને 2019 મા 2.2 કરોડ રુપીયા થય હતી અને 2021 મા વધી ને 3 કરોડ રૂપિયા થય હતી.
તારક મહેતા કા ઊલટા ચશ્માં મા નટુકાકા સતત એક ડાયલોગ રિપીટ કરતા હોય છે કે “સેઠ જી પગાર કબ બઠાવો ગે” અને લાખો ચાહકો ને હવે સીરીયલ મા આ ડાયલોગ નહી સાંભળવા મળે અને સીરીયલ મા પણ હંમેશા તેમની ખોટ રહેશે જ કદાચ આ ખોટ ક્યારે પણ પુરી નહી થઈ શકે.
નટુકાકા જીવન મા ઘણો સંઘર્ષ કર્યો છે એક સમયે તેવો ભવાઈ મા વેહ રમતા અને ઘર ની આર્થીક પરિસ્થિતિ પણ સારી નહોતી. જ્યારે આજે નટુકાકા આ દુનીયા મા નથી ત્યારે તેવો પોતાના સંબંધીઓ માટે ઘણી મોટી મીલકત છોડી ને ગયા છે.
