Gujarat

બની એવી ઘટના કે દાદી અને પૌત્ર નો એક સાથે કરુણ મોત નિપજ્યું

ક્યારેક કોઈક ઘટના આકસ્મિક બનતી હોય છે તો કોઈ ઘટના બનવાના સંકેત આપને પહેલા જ મળી જતા હોય છે. હાલમાં જ એક એવી ઘટના બની કે, તમારું હૈયું દ્રવી ઉઠશે.આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને હ્દય કંપાવી દે એવી બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ વીજ કરંટ લાગવાથી દાદી અને પુત્રનું નિધન થયું છે. આ ઘટનાને લીધે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.

જ્યારે આ તમામ ઘટના વિશે વિસ્તૃતમાં જાણશો તો તમારી આંખમાં આંસુઓ આવી જશે. ખરેખર આ ઘટના સૌ કોઈ માટે એક ઉદાહરણ છે જે સાવચેતી અને સમજદારીમાં જ આપણા જીવનની સલામતી છે. આજે પરિવારમાં ઘરના મોભીને તો ગુમાવ્યા છે પરંતુ ઘરનો કુલ દિપક ઓલવાઈ જતા ઘરમાં તો જાણે આભ ફાટી પડ્યું એવું રુદન સંભળાઈ રહ્યું છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,ખેરાલુના મોટા બારોટવાસમાં કપડાં સુકવી રહેલાં 54 વર્ષીય મહિલા અને તેમના 8 વર્ષીય પૌત્રને વીજકરંટ થી દાદી અને પૌત્ર બંનેનાં મોત થયાં હતાં અને વાત જાણે એમ છે કે.ખેરાલુ શહેરના મોટા બારોટ વાસમાં રહેતા બારોટ જીગ્નેશકુમાર પ્રકાશભાઈનાં માતા ચારુબેન રવિવારે સવારે 10 વાગે કપડાં ધોઇને ઘર આગળ લોખંડના તાર ઉપર સુકવી રહ્યા હતાં ત્યારે એકાએક વીજ કરંટ લાગ્યો હતો.

જ્યારે તેમની પાસે ઉભેલ તેમનો આઠ વર્ષીય પૌત્ર પુષ્કર પણ દાદી ચારુબેનને અડતાં તેને પણ વીજકરંટ લાગ્યો હતો. જ્યાં આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ બંનેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ ખસેડ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં રિફર કર્યાં હતાં. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી પરિવારને સોંપાતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી.આપણે પ્રાર્થના કરીએ કે, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!