અમદાવાદ: એરપોર્ટ પર પેસેન્જર ઝભ્ભા માથી 14 આઈ ફોન નીકળતા અધિકારીઓ પણ ચોકી ગયા
એરપોર્ટ પર અવાર નવાર દાણચોરી ના કિસ્સા ઓ સામે આવતા હોય છે થોડા દિવસ પહેલા જ એક એવો દાણચોરી નો કીસ્સો સામે આવ્યો હતો જેમાં યુવક ના શરીર માથી લાખો રુપીયા નુ સોનુ મળી આવ્યુ હતુ ત્યારે ફરી અમદાવાદ ના એરપોર્ટ પર એક એવો જ કીસ્સો સામે આવ્યો છે જેમાં યુવક ના ઝભ્ભા માથી મોઘાદાટ આઈફોન મળ્યા હતા. દુબઈ થી આવેલા પેસેન્જર પાસે થી કુલ 14 આઈ ફોન મળી આવ્યા હતા.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ થી આવેલા એક પેસેન્જર પાસે થી ઝભ્ભા ના ખીચા માથી કુલ 14 આઈ ફોન મળી આવ્યા હતા જેની કીંમત આશરે 7.54 લાખ થાય જેને કસ્ટમ વિભાગે ઝડપી લીધો હતો. આ ઉપરાંત શનીવારે દુબઈ થી ત્રણ અલગ ફ્લાઈટો માથી કુલ ત્રણ લોકો ને ઝડપી પાડયા હતા જેના પાસે થી 337 ગ્રામ સોનું ભળી આવ્યુ હતુ જેની કીંમત 16.4 લાખ થાય અને તેવો મુળ રાજસ્થાન ના હતા.
આ અંગે જાણવા મળ્યુ હતુ કે અમદાવાદના એરપોર્ટ પર દુબઇથી આવેલા પેસેન્જર ઇમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ પોતાનો લગેજ લેવા માટે આગળ વધ્યો હતો. જ્યા આ પેસેન્જરની શંકાસ્પદ હિલચાલ અને તેમજ નજર પણ સામાન્ય ન લાગતા કસ્ટમના અધિકારીઓને શંકા ગઇ હતી. અને લગેજ ની તપાસ કરતા કશુ મળ્યુ નહોતું પરંતુ પેસેન્જર ને મેટલ ડિટેકટરમાંથી ચેક કરતા બીપ અવાજ આપતા ચેકીંગ કરતા ઝભ્ભા ના ખીચા માથી 14 આઈ ફોન નીકળતા અધિકારીઓ પણ ચોકી ગયા હતા.
ઈન્ટરનેશનલ ફ્લાઈટ મા અનેક વાર આવા કિસ્સા ઓ સામે આવે છે જેમાં કોઈ ને કોઈ કામ ચોરી કરતા ઝડપાય છે આ અગાવ પણ એક યુવક કુવૈત થી સોનુ લાવતા ઝડપાયો હતો.
