Entertainment

શિવાંશ ને પિતા જેવી હુંફ પુરી પાડનાર અને કેક કાપનાર આ વ્યક્તિ કોણ છે જાણો

ગુજરાતના દરેક વ્યક્તિનાં હૈયાનાં શિવાંશ વસી ગયો હતો એ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. ખરેખર જ્યાર થી શીવાશ લોકોએ જોયો ત્યાર થી દરેક વ્યક્તિને એક જ ઈચ્છા હતી કે એને દત્તક લઈ શકે. જ્યાં સુધી હોસ્પિટલમાં તે રહ્યો ત્યાં સુધી કોરપરેટરશ્રી દીપ્તિ બેન તેની સાર સંભાળ રાખી હતી અને આ જ દરમિયાન જ્યારે એક વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં કેક લઈને પોહચ્યો હતો ત્યારે આપણા સૌના મનમાં સવાલ થાય કે આ વ્યક્તિ કોણ છે?અમે આપને જણાવીશું કે આ વ્યક્તિ કોણ છે જેને શિવાશ ને પિતા જેવો વ્હાલ આપ્યો.દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે.

એક એક પછી એક ભેદ ઉકેલવામાં આવી રહ્યા છે.ખરેખર આ તમામ ઘટનામાં જાણવા મળ્યું છે કે, ગૌશાળાના દરવાજા પાસે દસ માસના માસૂમ શિવાંશને તરછોડી દેવામાં આવ્યો ત્યારે સૌથી પહેલા નજીકની સોસાયટી સ્વપ્ન વિલા-3માં રહેતાં નિવૃત્ત આઈજી એ.કે. જાડેજાના ભાણિયા ક્રિપાલસિંહ જયદેવસિંહ રાણાને મંદિરના સ્વામી માધવપ્રકાશે ફોન કરી બાળક મળી આવ્યાની જાણ કરી હતી.

ક્રિપાલસિંહ રાણાના મામા નિવૃત્ત આઈજી એ.કે. જાડેજા છે. જીઈબી ફ્લાઇ એશ ટ્રેડિંગ અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ક્રિપાલસિંહને રાત્રે 9.15 વાગે સ્વામિનારાયણ મંદિરના સ્વામી માધવ પ્રકાશનો ફોન આવ્યો: સ્વામીએ કહ્યું ગૌશાળામાં બાળક બિનવારસી મળી આવ્યું છે. હું આ સાંભળતા તેઓ ગૌશાળા ગયા અને  વર્ષ 2017થી સ્વામી માધવ પ્રકાશ સાથે સંપર્ક હોવાથી સ્વામીએ મને ફોન કર્યો હતો. ગૌશાળા નું ધ્યાન રાખતા રમેશ પગી અને તેની પત્ની બાળક સાથે ઊભાં હતાં. મેં તરત બાળકને હાથમાં તેડી લીધું અને તેને શાંતત કર્યો.બાળકને  તેડીને નજીકની સોસાયટી સિદ્ધરાજ ગ્રીનમાં ગયો હતો, જ્યાં સિક્યોરિટી ગાર્ડને બાળક વિશે પૂછપરછ કરી હતી.

આખરે કોઈ જાણ ન થતા  આઈજી ઓફિસમાં નોકરી કરતા પટેલભાઈ પણ આવી ગયા હતા. પછી સોસાયટીમાં પણ જાણ કરી, અસહ્ય ગરમીને કારણે બાળક રડી રહ્યું છે, જેથી સિદ્ધરાજ ગ્રીન સોસાયટીમાં ડાભીભાઈના ઘરે એરકન્ડિશનર ચાલુ કરી બાળકને તેમના ત્યાં રાખ્યું હતું તે શાંત થયો.આ ઘટનાના કારણે  સ્વામી માધવ પ્રકાશ પણ આવી પહોંચ્યા હતા.પોલીસ ને જાણ કરીને ગૌશાળાના સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી હતી, જેમાં સફેદ કારમાં બહાર પાર્ક કરી એક યુવક બાળકને તેડીને અંદર આવતો નજરે ચડતો દેખાયો.

આ ઘટના બાડ પોલીસ તમામ કેસની જવાબદારી ઉઠાવી અને આખરે આ ઘટના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી સુધી પોહચતાં આખતે સમર્ગ ગુજરાતમાં સ્મિત નામથી બાળક લોકોના હૈયાનાં વસી ગયો ક્રિપાલસિંહ બાળક ને ખૂબ જ વ્હાલ કર્યો અને જ્યારે કોઈ આ બાળક સાથે ન હતું ત્યારે એક પિતાની જેમ તેણે વ્હાલ કર્યો અને તેમના પત્ની અને બાળક  સાથે શીવાંશ માટે કેક લઈને ગયા હતા. ખરેખર ધન્ય છે તેમની માનવતા ને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!