Entertainment

કીર્તિદાન ગઢવી અને ફરીદા મીર જેવા કલાકારો વચ્ચે આ નાના કલાકાર ની બોલબાલા છે ! જાણો કોણ છે આ કલાકાર…

રશિયો રૂપાડો રંગ રેલીયો ઘેર જવું ગમતું નથી! આ ભજન સાંભળતાની સાથ જ તમને એક બાળ કલાકાર યાદ આવી જશે.આજે અમે આપને જણાવીશું કે આ બાળ કલાકાર કોણ છે જે ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકાર સાથે તે જોડાયેલ છે અને વરિષ્ઠ કલાકારો સાથે ડાયરા અને સ્ટેજ પ્રોગામ કરેલ છે. ખરેખર આ બાળ કલાકાર ખૂબ જ નાની વયે પોતાનું નામ કમાવ્યું છે. તેનો અવાજ ખૂબ જ સુંદર છે અને સૌ કોઈનું મન મોહી જશે.ખરેખર આજે અમે આપને જણાવીશું કે આ કલાકાર કોણ છે!

આપણા ગુજરાતી કલાકારોમાં જિગ્નેશ કવિરાજ,રાકેશ બારોટ, ગમન શાથંલ, વિજય સુવાળા, કિંજલ દવે,ગીતાબેન રબારી જેમણે ગુજરાતમાં સૌથીઆગવું સ્થાન ધરાવ્યું છે.ખરેખર આતમામ કલાકારો ની સાથે સુરતનો એક કલાકાર જેને ખૂબ જ નાની ઉંમરે મોટા કલાકારો સાથે કામ કરેલું છે.આ વ્યક્તિ બાળક એટલે નામ અંકિત ખેની છે સંગીત અને લોક સાહિત્ય ની દુનિયામાં ઘણાં કલાકારો બને છે પરંતું તે કોઈક જ લોકપ્રિય થઈ શકે છે અને અંકિત ખૂબ જ સારી એવી નામના મેળવી છે.

પોતાના મીઠા અવાજ ને લીધે જાણીતા છે તેમનો જન્મ 2 ઓગસ્ટ 2002 ના રોજ સુરત ના તળાજા તાલુકા પાસે થયો હતો અને તેમના પિતાનું નામ ભરતભાઇ અને માતા નું નામ ભાવનાબેન છે અને તેમને એક મોટો ભાઈ છે જેના તરફથી અંકિત ને ઘણાં સપોર્ટ મળી રહ્યો છે.હાલમાં અંકિત સુરતની જે બી ડાયમન્ડ્ સ્કૂલ માં દસમાં ધોરણનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમના અભ્યાસ પછી અંકિત ના જણાવ્યા પ્રમાણે તેમને આગળનો અભ્યાસ સંગીત કલામાં જ કરવો છે અને તેમાં જ પોતાની કારકિર્દી બનાવી છે તેમને ખુબજ નાની ઉમર મા સંગીતના ક્ષેત્રે ખુબજ નામના મેળવી લીધી છે.

મિત્રો અંકિત ને ભજન કિર્તન ગાવાનો શોખ, ટીવી પર આવતાં હરી ભરવાડ ના ભજન કિર્તન સાંભળી ને થયો હતો અને તેઓ નાનપણમાં હરી ભરવાડ ને ટીવી પર સાંભળી તેની જેમ ગાવાનો પ્રયત્ન કરતાં હતા અને ત્યારબાદ એક પારિવારિક શોકસભામાં, પ્રથમ વખત સ્ટેજ પર પોતાનો અવાજ લોકો ને સંભળાવ્યો હતો. ત્યારબાદ ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને મુખ્યત્વે તેને ભજન અને કીર્તન દ્વારા લોકચાહના મેળવી અને આજે તે પોતાના આલ્બમ સોંગ કરે છે પહેલા કરતાંય ખૂબ જ વધુ લોકપ્રિય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!