Religious

તમે અનેક વખત અંબાજી માતા ના મંદીરે ગયા હશો પણ આ એક વાત નહી જાણતા હોય…

હાલમાં જગત જનની મા આદ્યશક્તિનું આરાધનાનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે નવરાત્રીના શુભ અવસરે આપણે આજે એક એવા મંદિર વિશે વાત કરીશું જેના ગર્ભ ગૃહમાં કોઈ પ્રતિમા નથી છતાંય પૂજારી પણ આંખે પાટા બાંધીને કરે છે આરતી.આ મંદિરનો અતિ દિવ્ય ચમત્કાર છે ત્યારે આજે આપણે આ મંદીરના મહિમા વિશે જાણીશું. ખરેખર આ મંદિર ખૂબ જ પવિત્ર છે અને અહીંયાનો મહિમા અપાર છે.

ગુજરાતી ઉત્તર દિશામાં રાજસ્થાની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે.

આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબર પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. આ મંદિરમાં રાખવામાં આવેલ યંત્ર ને કોઈને જોવા નથી મળતું  અને આજ કારણે પૂજારી આંખે પાટા બાંધે છે. આ સ્થાન 51 શક્તિપીઠો પૈકીનું એક છે, અહીંયા માતા સતીના હ્દયનો ભાગ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!