છોકરા માથી કિન્નર બનેલ ઝોયાના કારસ્તાન જાણી ચોકી જશો ! રીયલ સ્ટેટ સેલ ના ડાયરેક્ટર દેવાંશુ ની હત્યા પણ…
દેશ નુ સૌથી ચોખ્ખુ શહેર ઈંદોર મા એક ચકચારી હત્યા કાંડ સામે આવેલો જેમા દેવાંશુ નામ ના યુવકની હત્યા કરવામા આવી હતી. જે રીયલ સ્ટેટ ને સેલ્સ ડાયરેક્ટર હતા. આ ઘટના ની શરુઆત મા એવુ સામે આવ્યુ હતુ. કે દેવાંશુ ની હત્યા લુંટફાટ થતા કોઈ યુવક અને યુવતિ દ્વારા કરવામા આવી છે પરંતુ જ્યારે હકીકત સામે આવી તો પોલીસ પણ ચોકી ગઈ હતી કારણ કે હત્યા એક કિન્નર દ્વારા કરવામા આવી હતી.
આ ઘટના મા કિન્નર દેવાંશુ પાસે પહોંચ્યા હતા અને કિન્નર ના કોઈ સાથીઓ ને દેવાંશુ સાથે લઈ જવાનું કહ્યુ હતુ જયારે દેવાંશુ અને તેના મિત્રો એ તેને ના પાડી દીધી હતી. પરંતુ કિન્નર ના માન્યા અને બન્ને વચ્ચે હાથાપાઈ થઈ હતી અને કિન્નરે દેવાંશુ પર ચાકુ વડે હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. આ કિન્નર નુ નામ ઝોયા સામે આવ્યુ છે. ઝોયા એ આ અગાવ પણ ઘણા કારસ્તાન કરેલા છે.
અનેક ન્યુઝ ખબરો અનુસાર તેનુ નામ અફઝલ ઉર્ફ ઈરશાદ મંસુરી હતુ. અફઝલ જ્યારે છોકરો હતો ત્યારે પોતે કિન્નર બની ને ઈંદોર થી ખંડવા જતી ટ્રેન મા લુંટફાટ કરતો અને રુપીયા ઉઘરાવતો આ દરમ્યાન મા અસલી કિન્નરોને આ વાત ધ્યાન મા આવતા તેની પીટાઈ કરી હતી ત્યારે તે 2017 ના સમયગાળા મા દિલ્લી જઈ પોતાનુ જેંડર ચેન્જ કરાવી લીધુ અને પોતાનુ નામ ઝોયા કદી લીધુ અને ફરી લુટફાટ ની ઘટના ને અંજામ આપવા લાગ્યો.
એક રીપોર્ટ અનુસાર સોસિયલ મીડીયા પર તેના 3000 જેટલા ફોલોવર છે અને જેમા ઈંદોર ના ઘણા અમીર લોકો અને મોટા કારોબારી છે. ઝોયા એ પોતાના અનેક ફોટા સોસિયલ મીડીયા પર મુકેલા છે. જેના થી લોકો આકર્ષિત થાય છે. કેહેવામા આવી રહ્યુ છે કે ઝોયા ને મોટી મોટી પાર્ટીઓ કરવાનો ખુબ શોખ છે. ઝોયા ને કપડા અને લક્ઝુરીયસ ગાડીઓ નો શોખ છે અને નશાનો પણ આદી છે. તેનુ મુળ વતન મહારાષ્ટ્ર નુ અકોલા છે પરંતુ હાલ ઈંદોર મા જ રહે છે.
ગયાં બુધવારે ઈંદોર ના સત્ય સાઈ ચોક થી બોમ્બે હોસ્પીટલ વચ્ચે ઝોયા તને સાથીઓ સાથે દેવાંશુ ની પાછળ પડી અને હુમલો કર્યો હતો. આ ઘટના મા દેવાંશુ અને ઝોયા વચ્ચે હાથાપાઈ થઈ હતી જેમા દેવાંશુ પર ચાકુ વડે હૂમલો કરવામા આવ્યો હતો ત્યાર બાદ દેવાંશુ ના મિત્ર એ તેને હોસ્પીટલે પહોંચાડયો હતો પરંતુ ગુરુવારે દેવાંશુ નુ મોત થયુ હતુ.
આ સમગ્ર ઘટના મા જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે એક સીસીટીવી ફુટેજ દ્વારા ખબર પડી હતી કે આ ઘટના મા મુખ્ય આરોપી ઝોયા અને તેના બે સાથી ઉલ્લુ અને અલીમ છે જેમની પોલીસે ધરપકડ કરી ને તપાસ હાથ ધરી છે જો ઝોયા ની વાત કરવામા આવે તો તેનો ગુનાહિત ઈતીહાસ રહ્યો છે.
