ટ્રેક્ટરે પલ્ટી જતા 4 બાળકો સહિત 11 લોકોનાં મોત: મૃતક એક જ પરિવારના
આપણે જાણીએ છે કે, અવારનવાર રોડ અક્સ્તમાતનાં બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના બની જેમાં 4 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. આ ઘટનાના પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીયોગી આદિત્યનાથે 11 લોકોના મોત પર ઘેરો શોકની લાગણી વ્યક્ત કરી છે. CMએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.
ખરેખર આ ઘટના ખૂબ જ ગંભીર રીતે સર્જાય હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,UPના ઝાંસીમાં શુક્રવાર મોટી દુર્ઘટના ઘટી છે. ભગવાનના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર બેકાબૂ થઈ જતાં પલટી મારી ગયું હતું. આ ઘટનામાં 11 લોકોનાં મોત નિપજ્યા છે, જેમાં 7 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે. ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ.
સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, રસ્તામાં ટ્રેક્ટર સામે અચાનક એક ગાય આવી ગઈ હતી. પરિણામે ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને તે ખેતરમાં પલટી ગઈ હતી.આ ટેક્ટરક 32 લોકો સવાર હતા જેમાં 11 લોકો મોત થયું. શ્રદ્ધાળુઓએ ખેતરમાં જુવારનો પાક વાવ્યો હતો. પહેલો પાક થતાં તમામ લોકો છિરૌના માતાને જ્વારા વિસર્જિત કરવા ઝાંસી જઈ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં જ આ દુર્ઘટના ઘટી હતી.ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
