Gujarat

ખજુરભાઈ એ વિધવા માડી ને ઘર બનાવી દિધુ તો માડી એ ખજુરભાઈ ને એવુ કીધું કે…

ખજુરભાઈનું નામ આવતાની સાથે જ સૌ કોઈને ચહેરા પર સ્મિત રેલાય જાય છે, પરતું હવે જે તેઓ કાર્ય કરી રહ્યા છે એ જાણીને સૌ કોઈ ની આંખોમાં આંસુઓ છલકાઈ જાય છે. ત્યારે ખરેખર એ ગર્વ લેવા જેવી વાત છે કે, માનવતાનું કાર્ય કરનાર ખજુર ભાઈ ની ખૂબ જ બોલવાલ છે.લોકડાઉનમાં ખૂબ જ સેવા કરી અને ત્યારબાદ વાવાઝોડામાં બાદ તેમને અનેક લોકોના તૂટેલા મકાનો બનાવી દિધા છે, ત્યારે ફરી એકવાર હાલમાં જ એક માજી ની ઈચ્છા ને લીધે તેમનું પડી ગયેલા મકાન ને ફરી બનાવી આપ્યું છે. આ માજીના જીવનની વાત વિશે જાણીશો ત્યારે આંખમાં આંસુઓ આવી જશે.

વાત જાણે એમ છે કે,આંબડી ગામમાં એકલા જ રહેતા માજીનું ઘર પડી જતા તેમને ખજુરભાઈ પ્રત્યે એક ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને ખજુર ભાઈ ને કહ્યું કે મને એક ઘર બનાવી આપો જેથી મારી મુશ્કેલીઓનું નિવારણ આવી શકે. એક જ વાત ન લીધે ખજુર ભાઈ દોડી ને તેમની મદદે પોહચ્યાં છે. આ માજીનું નામ વિમળાબૅન કાળુભાઇ યાદવ છે. તેમને ત્યાં માત્ર 5 દીકરીઓ છે અને ઘરનું માણસનું ઘણા વર્ષો પહેલા જ નિધન થઈ ગયેલું.

હાલમાં માજીની પરિસ્થિતિ એવી છે કે, માજી એકલવાયું જીવન જીવે છે અને હાલમાં ઘર પડી જતા ગામના જ એક સુથાર ને ત્યાં ભાડે રહે છે અને એ ઘરના માલિકની પણ એટલી જ ઉદારતા કે તેમને કંઈ પણ ભાડું લીધા વગર તેમને આશરો આપ્યો છે. પોતાનું ઘર પોતાનું ઘર જ કહેવાય. માજી હાલમાં પોતાનું ભરપોષણ માત્ર મહિને 1000 રૂ.કમાઈ ને કરે છે. તેઓ ગામના જ હોસ્પિટલમાં રોજ સાફ સફાઈ કરવા જાય છે અને એ મહિને મળતા પૈસા માંથી માજી પોતાનો ઘર ખર્ચ કાઢે છે.

માજીને ડાયાબિટીસ બીમારી હોવાને લીધે તેમને દવા અને ઇન્જેક્શન ખર્ચ હોસ્પિટલમાં થી નીકળી જાય છે, પરતું હવે ઉંમર થઈ જવાને કારણે તેઓ કામ નથી કરી શકતા. એક સમય એવો હતો જ્યારે ઘરનું માણસ ચાલ્યું ગયું ત્યારે એ સમયગાળામાં તેમને ખૂબ જ દાળિયા કરેલ અને લોકોના ઘરે જઈને કચરા પોતા કરીને પોતાનું જીવન ગુજાર્યું છે. આ માજી નાં શબ્દો જ્યારે આપણા કાને પડે છે, ત્યારે ખરેખર કોઈપણ ની આંખોમાં આંસુ આવી જાય.

કહેવાય છે ને જેનું કોઈ ન હોય તેનો ભગવાન હોય છે. ખજુર ભાઈ માનવતા રૂપી ભગવાનનું રૂપ ધરીને માજીનું ઘર બનવા માટે તનતોડ મહેનત કરી છે. ખરેખર માજી પણ કહ્યું કે, ખુદ નાં દિકરાઓ જે કાર્ય ન કરી શકે એ કાર્ય તમે કરો છે ખૂબ જ સરહાનીય છે.તેમના જેઠાણી ચોધારા આંસુ એ રડીને આજીજી કરી કે તેને બસ એક નાની એવી ઓરડી બનાવી દો. તમેં ખુદના દીકરા થી પણ વિશેષ છો અને પેટનાં જણેલા દીકરા જે કાર્ય ન કરે તે ખજુર ભાઈ કરી બતાવી રહ્યા છે, સમગ્ર ગામલોકો એક જ વેણ હતા કે માજીના જીવન ફરી તેમનું પોતાનું ઘર બને એવી શક્યતા તો નથી પણ તમારા થકી તેમને પોતાનું ઘર મળશે. ખજૂરભાઈ માજીનું ઘર બનાવવાનું કામ ચાલુ પણ કરી દીધું, ત્યારે ખરેખર ધન્ય છે તેમની ઉદારતા અને માનવતાને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!