યુવકે નકલી સબ ઇન્સપકેટર બનીને યુવતી સાથે સગાઇ કરી અને 8 લાખ રોકડા ને એક્ટિવ ગાડી પડાવી, ત્યારે આવી રીતે ખુલ્યું રાજ…
આ દુનિયામાં અનેક લોકો એવા હોય છે, જે બીજા લોકોને છેતરીને તેમનું જીવન બરબાદ કરતા હોય છે. ત્યારે હાલમાં જ એક ઘટના બની છે, જેમાં એક યુવકે યુવતી સાથે લગ્ન કરવા માટે ખોટી વાત નો સહારો લીધો પરતું કહેવાય છે ને કે, અસત્ય જાજો સમય સુધી છુપાયેલું નથી રહેતું અને અસત્ય બહાર આવી ને જ રહે છે, સામે! આ ઘટના દરેક યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના ધોખેબાઝીનો એક કેસ સામે આવ્યો છે, જેમાં એક યુવાન એ નકલી સબ ઈન્સ્પેકટર બનીને યુવતી સાથે સગાઈ કરી લીધીઅને આટલું જ નહીં પરતું યુવકે દહેજના રિપમાં 8 લાખ રોકડા અને એક્ટિવ ગાડી પણ લીધી. જ્યારે યુવતિને યુવક પર શક ગયો ત્યારે એને તપાસ કરી અને જ્યારે હકીકતની જાણ થઈ ત્યારે તે તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તમામ ઘટના નો હકીકત પોલીસને જણાવી.
સૂત્ર મુજબ જાણવા મળ્યું કે, વિજય નગર પોલીસે યુવતી દ્વારા રાજવીર સોલંકી સામે જે ધોખેબાઝીની ફરિયાદ લખાવવામાં આવેલ તેને લઈને તપાસ કરી અને યુવક સામે કાર્યવાહી કરવામાં આવી. ત્યારે જાણવા મળ્યું કે, યુવકે સબ ઈન્સ્પેકટર તરીકે યુવતી સાથે મિત્રતા કરી અને ત્યાર બાદ સગાઈ કરી લીધી અને પછી સમય જતાં યુવતીને શકા થતા સામે આવ્યું કે, તે વિશ્વાસઘાત કરી રહ્યો છે. તેને 8 લાખ અને એક્ટિવા ગાડી લઈ લીધેલ.
પોલિસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવકે આ પહેલાં એક યુવતી સાથે 40 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ યુવકનું કામ હતું નકલી સબ ઈન્સ્પેકટર બનીને યુવતીઓ પ્રેમજાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસા લેવાનો. આવી રીતે આ યુવકે અન્ય યુવતિનું જીવન બરાબર કરેલ પરતું આયુવતી ખૂબ જ સમજદારપૂર્વક અને સમયસર તેને હકીકતની જાણ થતાં પોતાનું જીવન બચાવી લીધું.