નર્સે ગળાફાંસો ખાઈ ને જીવન ટુકાવ્યું અને સ્યુસાઈડ નોટ મા જણાવ્યું કે” મમ્મી પપ્પા..
અનેક યુવાનો અને યુવતીઓ પોતાના જીવનમાં આવેલ મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે પોતાનું જીવન ટૂંકાવી દે છે. ખરેખર આ એક ખુબ જ દુઃખદ ઘટના કહેવાય. આપણે જાણીએ છે કે, અવારનવાર આપઘાતના બનાવ બને છે. ત્યારે હાલમાં જ એક આપઘાતની ઘટના બની જેના પગલે પરિવારમાં શોકમગ્ન બની ગયો છે. આ આપઘાત પાછળનું કારણ ખુબ જ સામ્નાય હતું અને તમને જાણીને આશ્ચય થશે કે કોઈ આટલી નાની બાબતમાં પોતાનો જીવ કંઈ રીતે ટૂંકાવી શકે છે? અમે આપને આ ઘટના વિષે સંપૂર્ણ માહિતી આપીશું.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સર ટી.હોસ્પિટલમાં ગઈ કાલે સાંજના સમયે એક યુવતીએ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ છોડ્યો, આ ઘટના બનતા જ હોસ્પીટલ તંત્ર દોડતું થયું હતું, પોલીસને આ વાતની જાણ થતા જ તે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. શહેરના હોસ્પિટલ અને આરોગ્ય ક્ષેત્રમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને આ ઘટનાથી અનેક સવાલો પણ ઉભા થયા છે પરંતુ યુવતી આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી છે,
વાત જાને એમ છે કે, ગઈકાલે યુવતીએ સિવિલ હોસ્પિટલના સાતમાં માળે આવેલા મેડિસન સ્ટોરના સિસ્ટર રૂમમાં આવેલા સ્ટોર રૂમ મા સાંજે 7.30 વાગ્યાના સમયગાળા દરમિયાન ગળાફાસો ખાઈને આત્મ હત્યા કરેલ. મૃતક યુવતીએ રૂમમાં પંખા સાથે દોરડા વડે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો જ્યારે આ બનાવની જાણ પોલીસ ને થતાં નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ભાચકન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. તમને જાણીને આશ્ચય થશે કે, યુવતીની બેગમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને આ નોટમાં લખ્યું છે.
, યુવતી ને લગ્ન નહોતા કરવા તેથી તેને આ પગલું ભર્યું હતું અને આ સિવાય તેમને સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવાં એટ્લે આ પગલું ભરું છું, લવ યુ મમ્મી… લવ યુ પપ્પા. જ્યારે બીજી તરફ હોસ્પિટલ માં નર્સિંગ સ્ટાફ ની યુવતીના આપઘાતને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને તેમજ પોલીસે યુવતી નો ફોન તથા અન્ય વસ્તુઓ કબ્જે લેવામાં આવી હતી.આ ઘટનાલીધે પરિવારમાં સૌથી વધુ આઘાત લાગેલો છે, પરિવારે પોતાની વાહ્લસોયી દીકરી ગુમાવતા દુઃખના ડુંગર પડ્યા છે.ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ ,મૃતકની આત્માને શાંતિ આપે.
