Gujarat

જે લોકોને વારંવાર આત્મહત્યા કરવાના વિચાર આવતા હોય તેમણે આ ભાઈ લેખ વાંચવો જોઈએ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં આત્મહત્યા કરવાના બનાવ વધુ બને છે. આત્મહત્યાનું કારણ ભલે અનેક હોય પરંતુ દરેક વ્યક્તિનો હેતુ એક જ હોય છે કે જીવનની મુશ્કેલીઓ અને સમસ્યા થી છુટકારો મેળવવો!ખરેખર આ ઘટના ખૂબ જ શરમ જનક કહેવાય. ત્યારે અમે આપને એક એવી વાત જણાવીશું કે, જે લોકોને વારંવાર આત્મહત્યા કરવાના વિચાર આવતા હોય તેમણે એક એવા ભાઈ ની કહાની વિશે જણાવીશું કે તમે પણ ચોંકી જશો.

ખરેખર આ કોઈ સામાન્ય ઘટના ન કહેવાય કે જીવનમાં આફત આવી અને આત્મહત્યા કરી લેવી. આજના સમયમાં યુવાનો અને યુવતીઓ જીબનમાં આવેલી મુશ્કેલીઓ ને નિષફળતાનો સામનો નથી કરતા અને નબળા વિચારો કરવા લાગે, આત્મવિશ્વાસ અને હિંમત બન્ને ખોઈ બેસે. આધુનિક યુવાધનમાં ધીરજ અને સહનશક્તિ ઓછી થઈ ગઈ છે પરંતુ મન અને દ્ર્ઢ સંકલ્પ હોવો જોઈએ આજે અમે ઉદાહરણ ભાવનગરનો યુવાન રમેશ રાવજીભાઇ બારૈયા વિશે કહીશું.

વાત જાણે એમ છે કે, ભાવનગર શહેરના જેલરોડ પર મરીન સોસાયટીમાં રહેતા રમેશભાઈ બારૈયાનું જીવન અનેક આફત અને દુઃખ થી ભરેલું છે. એક નજર તેમના જીવન પર કરીએ તો રમેશ બારૈયા એક સારો ફોટોગ્રાફર હતો પરંતુ છ-સાત વર્ષ પૂર્વે રમેશનું ભાવનગર રેલ્વે સ્ટેશને નાની દુર્ઘટનાથી રેલ નીચે આવતા તેના બન્ને હાથ કપાઈ ગયા હતા. તેના હાથ બચાવવામાં તબીબો પણ નિષ્ફળ ગયા હતા અને બન્ને હાથ કાંડાથી ગુમાવ્યા હતા.

શરૂઆતના દિવસો રમેશ માટે ઘણા આકરા ગયા. પોતાનું નાનુ કામ પણ જાતે કરી શકતો ન હતો. અંદરને અંદર મુંજાતો હતો. શરૂઆતમાં મિત્રો અને સંબંધીઓ મદદરૂપ થતા અને આવા સમયમાં કોઈપણ હિંમત હારી જાય અને જીવન જીવવાની આશા પણ છોડી દે, પરતું આજે આ યુવાન જે કામ કરે છે અને જીવન જે રીતે જીવે છે એ સરહાનીય વાત કહેવાય.હિંમત ના હાર્યા અને મન મક્કમ બનાવી અને આત્મ વિશ્વાસ કેળવીને એમને જેલરોડ પર કોમ્પલેક્ષની નીચે ચાની કિટલી શરૂ કરી.આજના સમયમાં તેઓ ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને જીવન જીવે છે.

બે હાથ નથી છતાંય રમેશ બન્ને હાથ વગર જાતે ચા બનાવે છે અને દુકાને દુકાને ચા આપવા પણ જાય છે. બન્ને હાથ વગર ફટાફટ કામ કરતા રમેશને જોઈ કોઈ કહી ના શકે કે આ યુવાનને હાથની કમી છે. આવા દુઃખ તો ભગવાને આપણે નથી આપ્યા ત્યારે એકવાર વિચાર કરો કે જીવન તો દુઃખમાળાની હાર છે અહીંયા માળા જેમ મોતી ફેરવીને જ જીવન કાઢવા નું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!