India

પાકિસ્તાનમાં મહીલા એ એક સાથે 7 બાળકો ને જન્મ આપ્યો! ડોક્ટરે પણ કીધું કે…

દરેક વ્યક્તિ લગ્ન જીવનબાદ સંતાન સુખ ઇચ્છતું હોય છે પરંતુ કેટલાક દંપતીઓ એવા હોય છે કે, જેમને વર્ષોથી સંતાન ન હોય. ત્યારે આવી પરિસ્થિતિમાં ખરેખર વિપરીત થતું હોય છે.ક્યાંક જોઈતા ન હોય તેનાથી વધુ બાળકો લોકોને મળી જતા હોય છે.હાલમાં જ એક એવી ઘટના બની છે,જેમાં એક સ્ત્રી 7 બાળકો ને જન્મ આપ્યો છે. આ બાળકો હાલમાં તદ્દન સ્વસ્થ છે. પરિવાર ને એ ખ્યાલ હતો કે એક થી વધુ બાળક છે પરતું એ વાત થી અજાણ હતા કે પેટમાં સાત બાળકો હશે.

આ ઘટના વિશે વિસ્તુત જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,પાકિસ્તાનની એક મહિલાએ એકસાથે એક-બે નહીં, પણ 7 બાળકને જન્મ આપ્યો છે. તે બાળકોમાં ચાર દીકરા અને ત્રણ દીકરી છે.આ મહિલાને 7 બાળક અગાઉ પણ બે દીકરી છે, તેમને ગણીને હવે તેમની પાસે કુલ 9 બાળક છે. આ ઘટના બની ત્યારે ડોક્ટરો પણ ચોંકી ગયાહતાં.ખરેખર આ ઘટના ખૂબ જ આશ્ચસ્ય જનક છે.

જિન્ના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી હતી.ડોક્ટરોની ટીમ દ્વારા હોસ્પિટલમાં મહિલાનું તાત્કાલિક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પાંચ બાળક હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ નક્કી થયું હતું કે મહિલાનું ઓપરેશન કરવામાં આવે. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું અને એક-એક કરીને સાત બાળકોએ જન્મ લીધો.આ ઘટના થી ડોક્ટરે પણ કહ્યું કે, 8 મહિના થયા હતા અને તેમનું પેટ ફૂલી ગયું હતું અને ઓપરેશનનો ઓપ્શન ખતરનાકહતું કેમ કે આ અગાઉ પણ મહિલાનાં બે બાળકો ઓપરેશનથી થઈ ચૂક્યાં હતાં.

એનાથી તેમના જૂના ટાંકા અને ગર્ભાશય ફાટવાનું જોખમ હતું એક કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશનમાં સફળ ડિલિવરી કરી. ડોક્ટરે કહ્યું હતું કે આવું ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે કે એકસાથે જન્મેલા દરેક બાળક સ્વસ્થ હોય, પરંતુ અમારી ટીમે એ કરીને બતાવ્યું. બાળકની માને હાલ ICUમાં શિફ્ટ કરવામાં આવી છે.મહત્વની વાત એ છે કે, મહિલા ગર્ભધારણ કરવા દવાનો ઉપયોગ કર્યો આ કારણે ક્યારેક એક થી વધુ બાળક રહેવાની શક્યતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!