Gujarat

દેશ ભક્તિ ની મિસાલ છે ગુજરાત નુ આ ગામ જયા દરેક ઘરેથી યુવાનો છે આર્મી મા…

આપણો ભારત દેશનો સૈન્ય વિશ્વમાં વખણાય છે. ત્યારે આજે આપણે ગુજરાતનાં એક ગામ વિશે જાણીશું જ્યાં દરેક યુવાનો આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે.ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.ત્યારે ચાલો જાણીએ આ ગામ વિશે ની ખાસ વાતો. આપણે ત્યાં માત્ર ગણ્યાગાઠા લોકોબજોવા મળે છે, જ્યારે આ ગામમાં તો દરેક ઘરમાં થી એક એક યુવાન આર્મીમાં છે. ત્યારે આ ગામ ભારત માટે ગૌરવપૂર્ણ વારસો છે.

ગુજરાતનું ગૌરવવંતુ ગામ એટલે સાબરકાંઠાનું એક એવું જયાં દેશ માટે 700 ઉપરાંત સૈનિકો રિટાયર્ડ છે અને 500 કરતા વધારે દેશ સેવાની ફરજ બજાવી રહ્યા છે. સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું નાનકડું ગામ કે જ્યાં તમામ જવાનો દેશ ની રક્ષા કાજે સરહદ પર તૈનાત છે.

સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું કોડિયાવાડા ગામ દેશ માટે સમર્પિત થવા ગામનો દરેક યુવાન બાળપણથી તત્પર છે. જેમાં પોતાનું દેહ દેશ માટે અર્પિત થવા અને દેશ કાજે લડાઈ અને રક્ષા કાજે તત્પર અને તૈયાર છે. સાબરકાંઠાનું વિજયનગર તાલુકાનું કોડિયાવાડા ગામમાં હાલ 700થી વધુ યુવાનો ફોજમા ડ્યૂટી પુરી કરી રિટાયર્ડ આર્મીમેન તરીકે ફરજ બજાવે છે. તેમજ 500થી વધારે યુવકો હાલ ડેધમાં સૈન્યમાં ફરજ બજાવે છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે અને અહિયાં તો દેશની રક્ષા કાજે સૌ યુવાનો પોતાના પરિવારની ચિતા છોડી ને દેશની રક્ષા કાજે જીવન પોતાનું સમર્પિત કર્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કોડીયાવાડા બસસ્ટેન્ડ ગુજરાતનો સાબરકાંઠાના છેવાડાનો તાલુકો વિજય જેની ગિરિમાળામા કોડિયાવાડા ગામ આવેલું છે.

વિજયનગર જેની ગિરિમાળામા કોડિયાવાડા ગામ આવેલું છે. આ ગામ એવું છે કે જયાં એકજ હાઈસ્કૂલમાંથી ભણીને નીકળેલા બાળકો આજે દેશના રક્ષક માટે તેઓ ફોજમા જોડાયા હતા. તે વખતથી લઈ અત્યાર સુધી 700 રિટાયર્ડ અને 500 દેહ કાજે ફરજ પર હાજર તેવા શૂરવીરો આર્મીમાં ભરતી થાય.

આ ગામમાં બાળપણથી દેશની સેવા માટે શૂરવીરો પેદા થયા છે. આ ગામના વંશ વેલો પિતા આર્મીમા રિટાયર્ડ થાય ત્યાંજ દીકરો ફરજ પર હાજર થયો હોય અને અહીંયા પેઢી દર પેઢી ચાલી આવતો જુસ્સો જે ગુજરાત નહિ પણ સમગ્ર ભારતે નોંધ લે તેવું ગામ એટલે કોડિયાવાડા છે, ખરેખર ધન્ય છે, આ ગામની ભુમી છે. જ્યાં જનેતા પોતાના દીકરાઓ ને આવા સંસ્કાર આપ્યા જેઓ પોતાના પરિવારને છોડીને પોતાનું જીવન સમર્પિત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!