Entertainment

78 વર્ષની જૈફ વયે ગુજરાતી ફિલ્મના વરિષ્ઠ અભિનેતાનું ટૂંકી બીમારી બાદ નિધન, 100 થી વધુ….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક કલાકારો ફિલ્મ જગતમાંથી વિદાય લીધી છે,ત્યારે ફરી એક વાર ગુજરાતી સિનેમાંના પીઠ અભિનેતાએ ફિલ્મ જગતમાંથી વિદાય લીધી છે,ત્યારે ફિલ્મ જગત શોક મગ્ન બની ગયું છે. આજે સવારે જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા કરનાર ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન થયું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે તેમને એક નાનું પાત્ર ભજવીને પણ ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી,આ સિવાય તેમને ગુજરાતી ફિલ્મમાં ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું અને 100 થી વધુ ફિલ્મો કરી છે.

જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામમાં થયો હતો.1-1-1946ના રોજ થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્થાઈ થયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ કદી પાછળ ફરીને નથી જોયું,

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.ચંદ્રકાંત પંડ્યાને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઇ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો. આ સિવાય માનવીની ભવાઇ માટે મળ્યો હતો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ અને ચંદ્રકાંત પંડયાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. ગુજરાતી ફિલ્મ જગતમાં 100થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યુ છે.

ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી. જે બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનયના કામણ પાથર્યા છે.ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે.આપણે સૌ એક ઉમદા કલાકાર ગુમાવ્યા છે, ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!