Gujarat

ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં નવનિયુક્ત મેયરશ્રી સાથે રોમા માણેકનો છે ખાસ સંબંધ! હિતેશ મકવાણા કોણ છે,જાણો…

હાલમાં જ ભાજપ પાર્ટી એ ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવી છે, ત્યારે આજના દિવસે મહાનગર પાલિકાનાં મેયર તેમજ ડે. મેયર તેમજ કમિટીનાં સભ્યોની વરણી કરવામાં આવી છે.ત્યારે હાલમાં જ ગાંધીનગરનાં જે મેયર નિયુક્ત થયા છે તેઓ ભાજપના જાણીતા નેતા તો છે જ પરતું સાથો સાથ તેઓ ગુજરાતી સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રી રોમા માણેક નાં પતિ છે.

ખરેખર આ વાત જાણીને સૌ કોઈ તેમના ચાહક વર્ગ ચોકી જશે અને ખુશી થશે. કહેવાય છે ને કે હાલમાં રોમાં માણેક અભિનયની દુનિયા માંથી વિદાઈ લઈ લીધી અને જાહેરમાં તેઓ મીડિયા થી દુર રહે છે. ગુજરાતના પાટનગર નું તાજ એવા વ્યક્તિ ને શિરે ચડ્યું છે જેમનાં પિતા પૂર્વ ધારાસભ્ય રહેલ છે અમેં જેમની પત્ની ગુજરાતી સિનેમા રાજ કરેલું છે.

ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલ સિંહ ગોલ અને  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જશવંત પટેલની વરણી કરવામાં આવી છે. ગાંધીનગરને આજે નવા મેયર મળ્યા છે. ખરેખર આ ક્ષણ ખૂબ જ યાદગાર જ રહેશે.તેમના મેયર બનાવની રોમાં માણેક નું નામ વધુ ચર્ચાનો વિષય બન્યો છે. આપણે સૌ કોઈ અજાણ હતા કે રોમા માણેક કેવું જીવન જીવે છે અને આજે શું કરી રહ્યા છે તે દરેક પ્રશ્નો અંત આવી ગયો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હિતેષ મકવાણા ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાના પુત્ર છે અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. પૂનમભાઈ મકવાણાનું અનુસૂચિત સમાજમાં સારુ એવું પ્રભુત્વ છે. મેયર પદની ચૂંટણીમાં હિતેષ મકવાણાને સૌથી વધુ મત મળ્યા 41 મત મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, હિતેષ મકવાણા ગાંધીનગર મનપાના વોર્ડ-8ના કોર્પોરેટર છે. મનપામાં આ વખતે પ્રથમ અઢી વર્ષ અનુસૂચિત જાતિના મેયર માટે અનામત છે.ખરેખર હાલમાં જ્યાં જુઓ ત્યાં હિતેશ અને રોમાં માણેક ની ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!